Surat News: કીર્તિ પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરની પુણા પોલીસે એક મોટી સફળતા મેળવીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી (એક્સ્ટોર્શન) અને આઈટી એક્ટ (IT Act) ના ગંભીર ગુનાઓમાં તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતી ફરતી હતી. સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને ગીર સોમનાથના સાસણગીર વિસ્તારમાંથી દબોચી લીધી હતી.
અગાઉ પણ મારામારી અને એટ્રોસિટી સહિત 6 ગુનાઓ નોંધાયેલા
મૂળ ભાવનગર જિલ્લાના સિહોર પંથકની વતની 33 વર્ષીય નયના બારૈયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના સામે આ અગાઉ પણ ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી (Atrocity) સહિતના કુલ 6 જેટલા ગંભીર આપરાધિક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ખાતામાં હોવા છતાં સતત વિવાદો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી રહેતા તેને અગાઉ જ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
સુરત લાવીને પુણા પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી
સાસણગીરથી નાટ્યાત્મક રીતે ધરપકડ કર્યા બાદ સુરત પોલીસની ટીમ મહિલા આરોપી નયના બારૈયાને સુરત ખાતે લઈ આવી છે. પુણા પોલીસે ખંડણી અને આઈટી એક્ટ હેઠળના કેસમાં તેની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આગળની કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ ધરપકડથી સોશિયલ મીડિયા અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

