Surat News: સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા, જામતારા ગેંગના 3 સાગરીતો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાજ્ય જામતારા ગેંગના નેટવર્ક પર તરાપ મારીને ત્રણ રીઢા સાગરીતોને દબોચી લેવામાં આવ્યા છે. આ ટોળકી નિર્દોષ નાગરિકોને 'Digital RTO E-Challan' ના નામે ફેક APK ફાઇલ મોકલી તેમનો ફોન હેક કરતી હતી અને બેંક ખાતામાંથી નાણાં સેરવી લેતી હતી.
3.52 લાખની છેતરપિંડી બાદ તપાસનો ધમધમાટ
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક યુવકના મોબાઈલ પર ઈ-ચલણની ફેક લિંક આવી હતી. લિંક પર ક્લિક કરતા જ યુવકનો ફોન હેક થઈ ગયો હતો અને તેના ખાતામાંથી ટુકડે-ટુકડે રૂપિયા 3,52,572 ઉપડી ગયા હતા. તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશ્વિન ગાંગણી, અભિષેક સુથાર અને ગૌરવ માલવિયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
10 ટકા કમિશન પર ચાલતું હતું નેટવર્ક
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ટોળકી જામતારા (ઝારખંડ) ના મુખ્ય સૂત્રધાર ગૌતમ મંડલ સાથે સીધા સંપર્કમાં હતી. આરોપીઓ લોકોના ડેટા મેળવી 10 ટકા કમિશન પર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા. અત્યાર સુધીમાં તેઓએ 79 જેટલી NCRP ફરિયાદો માં અંદાજે રૂપિયા 16,10,322 નું ફ્રોડ આચર્યું હોવાનું કબૂલ્યું છે. 227 ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી આ સર્ચ ઓપરેશન દરમિયાન 227 જેટલા અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ફોન અને સીપીયુ (CPU), POS મશીન એમ કુલ રૂપિયા 5.55 લાખનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાજ્ય ગેંગના મૂળ સુધી પહોંચવા અને બાકીના સાગરીતોને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

