Surat News: સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે 98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, હીરાબાગ બ્રિજનો રેમ્પ ખુલ્લો મુકાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાયમન્ડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં વિકાસની ગતિને વધુ વેગ આપતા કરોડો રૂપિયાના પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં 98 કરોડના ખર્ચે સાકારિત થયેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કતારગામના ડભોલી ખાતે આવેલા ઓડિટોરિયમમાં આયોજિત એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્દહસ્તે આ પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
વાહનચાલકોને મોટી રાહત: હીરાબાગ બ્રિજનો એન્ટ્રી રેમ્પ શરૂ
સુરત મનપા દ્વારા ખુલ્લા મુકવામાં આવેલા આ પ્રકલ્પોમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ વરાછા રોડ પરનો હિરાબાગ બ્રિજ છે. હિરાબાગ જંકશન ક્રોસ કરી કાપોદ્રા જંકશન પહેલા સુધીના બ્રિજનો એન્ટ્રી રેમ્પ આજથી વાહનચાલકો માટે લોકાર્પિત કરી દેવાયો છે, જેનાથી વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. આ ઉપરાંત પૂર્વ સરથાણા ઝોનના પાસોદરા ખાતે સુરત સીટીલિંક લિમિટેડની બસો માટે સુવિધાજનક નવો ડેપો અને આધુનિક વર્કશોપ તૈયાર કરી કાર્યરત કરાયો છે.
પાણીની સુવિધામાં વધારો અને વેન્ડિંગ માર્કેટનું રિડેવલપમેન્ટ
સુરતના શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ મજબૂત કરવાના ભાગરૂપે રાંદેર અને કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી હજારો પરિવારોને શુદ્ધ પાણી મળી રહેશે. આ સાથે જ અઠવા ઝોનના અલથાણ-ભટાર ખાતે રૂ. 10.52 કરોડના ખર્ચે હયાત વેન્ડિંગ માર્કેટનું ભવ્ય રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આરોગ્ય અને વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ કરાઈ
સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય અને વહીવટી સેવાઓ મળી રહે તે માટે વરાછા અને અંજના ખાતે પ્રજાની સુવિધા અર્થે નવા હેલ્થ સેન્ટર તેમજ હાઈટેક વોર્ડ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સુરત શહેર જે ઝડપે આગળ વધી રહ્યું છે, તેને આ પ્રકલ્પોથી વધુ ઊર્જા મળશે અને નાગરિકોનું જીવનધોરણ વધુ સુવિધાજનક બનશે.
આ પણ વાંચો - Surat News: SMC તંત્રની હેરાનગતિથી કંટાળ્યું વૃદ્ધ દંપતી, માંગી ઇચ્છામૃત્યુની મંજૂરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

