Surat News: લાંચના ગુનાનો ફરાર આરોપી પત્રકાર મહંમદ ઇસ્માઇલ પઠાણ ઝડપ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ACB પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાંચના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા પત્રકાર મહંમદ ઇસ્લામ પઠાણની ધરપકડ કરી છે.સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે મળીને લાખો રૂપિયાની તોડબાજી કરવાના આ હાઈપ્રોફાઈલ કેસમાં પત્રકાર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તે નાસતો ફરતો હતો, જેને આખરે એસીબીની ટીમે દબોચી લીધો છે.
મનપાના કાર્યપાલક ઇજનેર સાથે મળીને રચ્યું હતું કાવતરું
આ ચકચારી કેસની વિગત એવી છે કે,ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત મનપાના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 4 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફરિયાદીનું ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે મનપા અધિકારી વિપુલ ગણેશવાલા અને પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ વચ્ચે મિલીભગત રચાઈ હતી.આ બંનેના મેળાપીપળામાં ફરિયાદી પાસે બાંધકામ બચાવવાના અવેજ પેટે કુલ ₹૧૫ લાખની મસમોટી લાંચની માંગણી કરવામાં આવી હતી.
પાંચ મહિનાથી ફરાર આરોપી પત્રકાર આખરે જેલભેગો
ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એસીબીએ ટ્રેપ ગોઠવીને મનપા ઇજનેરને ઝડપી પાડ્યા,તે જ સમયે પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો.પોલીસ ત્યારથી જ તેની સઘન શોધખોળ કરી રહી હતી.આખરે એસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ફરાર પત્રકારની ધરપકડ કરી લીધી છે અને આ મનપા-પત્રકારની નેક્સસમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: આજે મધરાતથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક પ્રતિબંધ અમલમાં, જાણો વૈકલ્પિક માર્ગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

