Surat News: ભાઠા ગામે તાપી નદીમાં ભૂસ્તર વિભાગની મોટી રેડ, ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ

Nov 29, 2026 - 20:00
Surat News: ભાઠા ગામે તાપી નદીમાં ભૂસ્તર વિભાગની મોટી રેડ, ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લામાં ખનન માફિયાઓ સામે ભૂસ્તર વિભાગે આક્રમક રૂખ અપનાવ્યો છે. સુરતના ચોર્યાસી તાલુકા અંતર્ગત આવતા ભાઠા ગામની સીમમાંથી વહેતી તાપી નદીમાં લાંબા સમયથી બેફામપણે ગેરકાયદે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ બાતમીના આધારે ભૂસ્તર વિભાગની ટીમે તાપી નદીના પટમાં અચાનક સપાટો બોલાવતા ખનન માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રની આ ત્વરિત કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હિટાચી મશીન, નાવડીઓ અને મોટો રેતીનો જથ્થો જપ્ત

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાઠા ગામ નજીક તાપી નદીમાંથી મશીનો અને હોડીઓની મદદથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતાં કરોડો રૂપિયાની કિંમતનું ખનન સાહિત્ય હાથ લાગ્યું હતું. રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા હાઈ-ટેક હિટાચી મશીનો, રેતી ભરેલી નાવડીઓ તેમજ મોટા પ્રમાણમાં સંગ્રહિત કરેલો રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે.


પર્યાવરણ અને નદીના અસ્તિત્વ સામે ગંભીર જોખમ

ખનન માફિયાઓ દ્વારા લાંબા સમયથી રાત-દિવસ તાપી નદીના કુદરતી પ્રવાહ સાથે ચેડાં કરીને બેફામ રેતી ચોરીને અજામ આપવામાં આવી રહ્યો હતો. આ પ્રકારના ગેરકાયદે ખનનને કારણે તાપી નદીના પટને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને નદીનું નિવસન તંત્ર જોખમાઈ રહ્યું છે. પર્યાવરણવિદો પણ આ અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. હાલ ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલના આધારે આ રેકેટ પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Surat: કિન્નરી ટોકીઝ સામે બ્રિજ નીચે સનસનાટીભરી હત્યા, મોડી રાત્રે હુમલાખોરના ડરથી પરિવાર ટોઇલેટમાં સંતાઈ ગયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0