Surat News: પત્ની વારંવાર પૈસાની માંગણી કરતી હોવાથી રિક્ષા ચાલક પતિએ પોતાના શરીર પર આગ લગાડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં પત્નીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પાલના સુમન મુદ્દા આવાસમાં રિક્ષા ચાલકે પત્નીથી કંટાળી શરીરે આગ ચાંપી હતી. યુવકે પેટ્રોલ છાંટીને જાત જલાવી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પત્નીની વારંવારની પૈસાની માંગણીથી કંટાળી યુવકે અંતિમ પગલું ભર્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં સ્થિત સુમન મુદ્દા આવાસમાં યુવકના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પત્નીના ત્રાસથી કંટાળેલા યુવકે શરીરે પેટ્રોલ છાંટીને પોતાના શરીર પર આગ લગાવી હતી. આ યુવક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને સમગ્ર મામલે પાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat News: દમણમાં છુપાયેલો બિહારનો નક્સલવાદી ઝડપાયો, પોલીસે એક રાતમાં 100 રૂમો તપાસી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

