Surat News: કાપોદ્રામાં રચના રોડ પર 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ભુવો પડ્યો, BRTS બસનું ટાયર ફસાયું

Jul 12, 2026 - 12:00
Surat News: કાપોદ્રામાં રચના રોડ પર 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ભુવો પડ્યો, BRTS બસનું ટાયર ફસાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના રોડ પરથી પસાર થતા BRTS રૂટમાં એક વિશાળકાય ભુવો પડવાની ઘટના સામે આવી છે.રસ્તા પર અચાનક ભુવો પડવાના કારણે ત્યાંથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલી એક BRTS બસ તેમાં ફસાઈ ગઈ હતી અને બસના પાછળના બંને ટાયર ભુવાની અંદર ઊંડે સુધી ખૂપી ગયા હતા.આ ભુવો આશરે 30 થી 35 ફૂટ ઊંડો અને 45 થી 50 ફૂટ જેટલો પહોળો હોવાનું સામે આવ્યું છે.તંત્રની નબળી કામગીરીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર,હજુ થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ જ જગ્યા પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી.નબળા કામકાજના કારણે જ્યાં ડ્રેનેજની કામગીરી થઈ હતી તે આખો રસ્તો બેસી ગયો છે અને આ મોટો અકસ્માત સર્જાયો છે.આ ગંભીર બેદરકારી અંગે રોષે ભરાયેલા લોકોએ સુરતના મેયરને પણ રજૂઆત કરી હોવા છતાં તેઓ હજુ સુધી ઘટનાસ્થળની મુલાકાત લેવા સુદ્ધાં ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી જતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે.

ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા

સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી ખાડી પૂર અને ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત શહેર અને તેને અડીને આવેલા ગામડાંઓમાં વરસાદી પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે. ઘરવખરીના સામાનની સાથે લોકોના વાહનો પણ પાણીમાં ગરકાઉ થઈ જતાં વાહનોને ભારે નુકસાન થયું છે. શહેરના સરથાણા, વરાછા, મોટા વરાછા, કતારગામ, સ્ટેશન, રાંદેર, અડાજણ, વેડરોડ, વેસુ, રિંગરોડ, ઉધના, અલથાણ, ભટાર, પરવટ પાટિયા, સણિયા હેમાદ, લિંબાયત, ડિંડોલી, સણિયા-કણદે, ખરવાસા, ઉન, ભેસ્તાન, સચિન સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ટુવ્હીલર અને કારને પૂરના પાણીથી નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે 5000 કાર અને 1 લાખ ટુવ્હિલરને પૂરના પાણીથી નાનું-મોટું થયું છે. 


Ahmedabad News: બકરી ઇદ પર ધાર્મિક વેસ્ટ ભેગો કરવા 69.34 લાખના ખર્ચે ખરીદા શે 2.25 લાખ પ્લાસ્ટિક બેગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0