Surat News: કરોડોના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ, 22 વર્ષના યુવકના ઘરમાંથી 18 લાખ રોકડા ઝડપાયા

Apr 5, 2026 - 13:00
Surat News: કરોડોના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ, 22 વર્ષના યુવકના ઘરમાંથી 18 લાખ રોકડા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દુબઈ બેસેલા સાયબર માફિયાને મહારાષ્ટ્રની બેંકોની કિટ મોકલવાના અને તે ખાતાઓમાં જમા થતા નાણાં ઉપાડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે લિંબાયતમાં દરોડા પાડી એટીએમમાંથી ફોડના નાણાં ઉપાડવાની ભૂમિકા ભજવતા બીએસસી સુધી ભણેલા ભાવેશ શિંદેને પકડી પાડી મુખ્ય સૂત્રધારો રૂષિકેશ શિંદે અને હરીશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયા હતા. તપાસમાં બેંક ખાતાઓ પર દેશભરમાં રૂ. 47.44  કરોડની ફરિયાદો થઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો કર્યો પર્દાફાશ

સાયબર સેલને બાતમી મળી હતી કે, ભાવેશ શિંદે અને હરીશ ચૌધરી તેમના મળતિયાઓ સાથે મળી લોકોને લોભ લાલચ કે કમિશન આપી તેઓના નામના અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટો ઓપન કરાવી તે બેંક કિટ દુબઈ સાયબર માફિયાને મોકલાય છે.જે બેંક ખાતામાં જમા થતા ફ્રોડના નાણાં એટીએમમાંથી ઉપાડવાનું નેટવર્ક લિંબાયત વિસ્તારમાં સુવ્યવસ્થિત ઢબે ચાલી રહ્યું છે. સાયબર સેલે આ માહિતીના આધારે વોચ ગોઠવી નીલગીરી સર્કલ પાસેથી ભાવેશ મનોજ શિંદેને પકડી પાડયો હતો.બીએસસીનો વિદ્યાર્થી ભાવેશ શિંદે એટીએમમાંથી ફોડના નાણાં ઉપાડી નજીકમાં રહેતા હરીશ ચૌધરીને આપવા જતો હતો.હરીશ અને રૂષિકેશના ઇશારે તે એટીએમમાંથી નાણાં ઉપાડવાનું કામ કરતો હતો.ભાવેશના 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા.

22 વર્ષીય BSC પાસ યુવકને ઝડપી પાડ્યો

સાયબર સેલે નીલગીરી સર્કલ પાસે સુભાષનગરમાં હરીશ સુનિલ ચૌધરીના ઘરે દરોડા પાડયા હતા. ઘરને તાળું મારેલું હોય પોલીસે તાળું તોડી તલાશી લેતા તેના ઘરમાંથી 16 ડેબિટ કાર્ડ, 14 ડેબિટ કાર્ડના કવર, 24 બેંકની પાસબુક, 6 ચેકબુક, 40 સિમકાર્ડ, 11 સિમકાર્ડના કવર, 9 મોબાઇલ, 1 ડાયરી, રૂપિયા ગણવાનું મશીન, રોકડા 18.50 લાખ, મોપેડ વગેરે મળી કુલ 19.87 લાખનો મુદ્દામાલ જપ્ત લેવાયો હતો.મોટાભાગના ડેબિટ કાર્ડ અને તેના કવર બેંક ઓફ મહારાષ્ટ્રના હોવાનું ખુલ્યું હતું.મહારાષ્ટ્રની બેંકોના ખાતે કમિશનથી ભાડે મેળવી આંતરરાષ્ટ્રીય માફિયાને પહોંચાડાતા હતા. ત્યારબાદ તે ખાતામાં જમા થતા ફ્રોડના નાણા એટીએમથી ઉપાડવામાં આવતા હતા.

47.44 કરોડની ઠગાઇ થઇ હોવાનો પણ ઘટસ્ફોટ

આરોપી ભાવેશ શિંદે તથા અન્ય છોકરાઓ રોજના 10 એટીએમમાંથી ત્રણ- સાડા ત્રણ લાખ ઉપાડતા હતા.અત્યાર સુધીમાં 75 લાખ ઉપાડી હરીશ અને રૂષિકેશને આપ્યા હતા. અત્યાર સુધી ભાવેશને 50 હજાર કમિશન મળ્યું હોવાની પણ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.મુખ્ય સૂત્રધારો હરીશ સુનિલ ચૌધરી અને રૂષિકેશ અધિકાર શિંદેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે NCCRP પોર્ટલ પર ચેક કરાતા ૩૫ બેંક ખાતા પર જુદા-જુદા રાજ્યોમાં 56 ઓનલાઇન ફરિયાદો થઇ હોવાનો અને તેમાં રૂ.47.44 કરોડની ઠગાઇ થઇ હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

રોજના 1000થી 1500 રૂપિયા ચૂકવાતા હતા

આરોપી ભાવેશે પોલીસને જણાવ્યું કે,રૂષિકેશે તેને અલગ-અલગ બેંકના એટીએમ કાર્ડ આપ્યા હતા.જે-તે ખાતામાં જમા થતા ફ્રોડની રકમ ઉપાડવા તે જતો હતો. ભાવેશ પોતે કે અન્ય છોકરાઓ મારફતે ભટાર, અડાજણ, સહારા દરવાજા,કિન્નરી, સિટીલાઇટ ખાતે એટીએમમાંથી નાણાં ઉપાડી હરીશ કે રૂષિકેશને પહોંચાડતા હતા.આ કામના અવેજ પેટે રોજના 1000થી 1500 રૂપિયા ચૂકવાતા હતા.તેમજ પોલીસથી બચવા માટે રોજ અલગ અલગ વિસ્તારના એટીએમમાં જઈ રોકડની ઉપાડ કરતો હતો.આ રોકડ રકમ ઉપાડવા માટે તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vav Tharad News: કામ કર્યું હોત તો કોંગ્રેસના લોકોને શોધવા ના પડત, ભાજપ વાળા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો : સાંસદ ગેનીબેન



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0