Surat: GJEPCના રિજિયોનલ ચેરમેન માટે કેટેગરી નક્કી કરાતા ઉદ્યોગકારોમાં કચવાટ

ડાયમંડ જ્વેલરીના પ્રમોશન માટે કાર્યરત GJEPCના સેન્ટ્રલ કાઉન્સિલ અને રિજિયોનલ કાઉન્સિલના ચેરમેનના ઈલેક્શનને લઈ આગામી છઠ્ઠી જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પડનાર છે. જોકે, તે પહેલા રિજિયોનલ ચેરમેન માટે 5 કેટેગરી નક્કી કરી તે પૈકી ફક્ત 2ને ઈલેક્શન લડવા માટે તક આપવામાં આવતા ઉદ્યોગકારોમાં કચવાટ ફેલાયો છે.આ વર્ષે ઈલેક્શનનું આયોજન 4 મહિના મોડુ દર વખતે સપ્ટેમ્બર મહિના દરમિયાન ઈલેક્શન થઈ જાય છે. પરંતુ આ વર્ષે ઈલેક્શનનું આયોજન 4 મહિના મોડુ થઈ રહ્યું હોવાથી પહેલાથી અસંતોષ છે. આ દરમિયાન ઈલેક્શનને લઈ નોટિફિકેશન બહાર પડવાની તારીખ જાહેર થવા સાથે રિજિયોનલ ચેરમેનનું ઈલેક્શન લડવા માટે ચોક્કસ કેટેગરી નક્કી કરાતા રોષ ફેલાયો છે. આ કેટેગરીમાં સ્ટાર્ટઅપ, એક્સપોર્ટ હાઉસના માલિક, મહિલા ઉદ્યોગકાર, એમએસએમઈ અને 40 વર્ષથી ઓછી વયના યુવા ઉદ્યોગકારનો સમાવેશ કરાયો છે. તેમાંય આ પાંચ કેટેગરીમાંથી ફક્ત 2 કેટેગરીના ઉમેદવાર ડ્રો કરી નક્કી કરાયા છે. જેમાં સુરત રિજિયોનલના ચેરમેનના ઉમેદવાર માટે સ્ટાર્ટઅપ અને એક્સપોર્ટ હાઉસના માલિકની કેટેગરી આવી છે. જો આ બંને કેટેગરીના ઉમેદવાર ઈલેક્શન લડવા ઈન્કાર કરે તો આગળની કેટેગરીમાં ઉમેદવારી માટે તક આપવામાં આવશે. નવા નિશાળીયાને સુરત રિજિયોનલના ચેરમેન બનાવવામાં આવે તે યોગ્ય નહીં ઉદ્યોગકારોના કહેવા મુજબ દેશની ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મેન્યુફેક્ચર્સ સુરતમાં છે. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં બને છે. ત્યારે નવા નિશાળીયા વ્યક્તિને સુરત રિજિયોનલના ચેરમેન બનાવવામાં આવે તે યોગ્ય નથી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રશ્નોને લઈ રજૂઆત ક૨વા કે સમસ્યાના નિરાકરણ માટે ઈન્ડસ્ટ્રીના જાણકાર વ્યક્તિને તક મળવી જોઈએ. જેથી મેન્યુફેક્ચર્સની કેટેગરી બનવી જોઈએ. મિનિસ્ટ્રીના આદેશ મુજબ આ પ્રક્રિયા થઈ હોય તેમાં સુધારો કરવા માટે વિચારણા થવી જોઈએ, એવી માગ ઉઠવા પામી છે.

Surat: GJEPCના રિજિયોનલ ચેરમેન માટે કેટેગરી નક્કી કરાતા ઉદ્યોગકારોમાં કચવાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાયમંડ જ્વેલરીના પ્રમોશન માટે કાર્યરત GJEPCના સેન્ટ્રલ કાઉન્સિલ અને રિજિયોનલ કાઉન્સિલના ચેરમેનના ઈલેક્શનને લઈ આગામી છઠ્ઠી જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પડનાર છે. જોકે, તે પહેલા રિજિયોનલ ચેરમેન માટે 5 કેટેગરી નક્કી કરી તે પૈકી ફક્ત 2ને ઈલેક્શન લડવા માટે તક આપવામાં આવતા ઉદ્યોગકારોમાં કચવાટ ફેલાયો છે.

આ વર્ષે ઈલેક્શનનું આયોજન 4 મહિના મોડુ

દર વખતે સપ્ટેમ્બર મહિના દરમિયાન ઈલેક્શન થઈ જાય છે. પરંતુ આ વર્ષે ઈલેક્શનનું આયોજન 4 મહિના મોડુ થઈ રહ્યું હોવાથી પહેલાથી અસંતોષ છે. આ દરમિયાન ઈલેક્શનને લઈ નોટિફિકેશન બહાર પડવાની તારીખ જાહેર થવા સાથે રિજિયોનલ ચેરમેનનું ઈલેક્શન લડવા માટે ચોક્કસ કેટેગરી નક્કી કરાતા રોષ ફેલાયો છે. આ કેટેગરીમાં સ્ટાર્ટઅપ, એક્સપોર્ટ હાઉસના માલિક, મહિલા ઉદ્યોગકાર, એમએસએમઈ અને 40 વર્ષથી ઓછી વયના યુવા ઉદ્યોગકારનો સમાવેશ કરાયો છે. તેમાંય આ પાંચ કેટેગરીમાંથી ફક્ત 2 કેટેગરીના ઉમેદવાર ડ્રો કરી નક્કી કરાયા છે. જેમાં સુરત રિજિયોનલના ચેરમેનના ઉમેદવાર માટે સ્ટાર્ટઅપ અને એક્સપોર્ટ હાઉસના માલિકની કેટેગરી આવી છે. જો આ બંને કેટેગરીના ઉમેદવાર ઈલેક્શન લડવા ઈન્કાર કરે તો આગળની કેટેગરીમાં ઉમેદવારી માટે તક આપવામાં આવશે.

નવા નિશાળીયાને સુરત રિજિયોનલના ચેરમેન બનાવવામાં આવે તે યોગ્ય નહીં

ઉદ્યોગકારોના કહેવા મુજબ દેશની ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મેન્યુફેક્ચર્સ સુરતમાં છે. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં બને છે. ત્યારે નવા નિશાળીયા વ્યક્તિને સુરત રિજિયોનલના ચેરમેન બનાવવામાં આવે તે યોગ્ય નથી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રશ્નોને લઈ રજૂઆત ક૨વા કે સમસ્યાના નિરાકરણ માટે ઈન્ડસ્ટ્રીના જાણકાર વ્યક્તિને તક મળવી જોઈએ. જેથી મેન્યુફેક્ચર્સની કેટેગરી બનવી જોઈએ. મિનિસ્ટ્રીના આદેશ મુજબ આ પ્રક્રિયા થઈ હોય તેમાં સુધારો કરવા માટે વિચારણા થવી જોઈએ, એવી માગ ઉઠવા પામી છે.