Surat: સુરત શહેરમાં આવેલા લક્ઝરિયસ સર્કિટ હાઉસનો અંધેર કારભાર!
સુરત શહેરમાં આવેલા લખઝરિયસ સર્કિટ હાઉસનો અંધેર કારભાર સામે આવ્યો છે, એક કપ ચા માટે પૂર્વ મુખ્યમંત્રીને કલાક તડપાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે,પૂર્વ મુખ્યમંત્રીને સુરત સર્કિટ હાઉસના કર્તાહર્તાઓના કારભારનો કડવો અનુભવ થયો છે,આરોપીઓ માટે લાલ જાજમ પાથરનારા મેનેજરે પૂર્વ મુખ્યમંત્રીનું સન્માન ન જાળવ્યું, કિચનનો કોન્ટ્રાક્ટ અલગ હોવાનો ઉડાઉ જવાબ બાપુને મળ્યો હતો. સુરતશહેરમાં આવેલા સર્કિટ હાઉસમાં વીતેલા લાંબા સમયથી અંધેર કારભાર ચાલી રહ્યો છે. સુરતના જ નહીં સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓએ સુરત સર્કિટ હાઉસના અંધેર કારભારનો કડવો અનુભવ થયો હશે,જોકે, રાષ્ટ્રપતિ થી લઈને રાજ્યપાલ, પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી કે જેઓ સર્કિટ હાઉસમાં રોકાણ કરે છે તે સર્કિટ હાઉસના રેઢિયાળ કારભારનો હવે પૂર્વ મુખ્યમંત્રી શક્તિસિંહ વાઘેલાને કડવો અનુભવ થયો છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ તેઓ એક કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા,તેઓને સર્કિટ હાઉસના ચોથા માળે દમણગંગામાં રૂમ ફાળવાયો હતો. સવારે ૮ વાગ્યે કાર્યક્રમ હોવાથી તેઓ સાત વાગ્યે તૈયાર થઈ ગયા હતા,ત્યારબાદ તેમણે ચા માટે ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યા બાદ ચા નહીં આવતા તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં જઈને પૂછતાછ કરી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ૭.૩૦ થઈ ગયા હોવાથી કાર્યક્રમમાં જવાનું મોડું થતાં તેઓ ફરીવાર કિચનમાં ગયા હતા. આમ છતાં તેમને કોઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. અંતે સવારે ૭.૫૫ વાગ્યે તેમને ચા મળી હતી. એક કલાક બાદ ચા આપવામાં આવતા તેમને ૮ વાગ્યાના કાર્યક્રમ માં જવાનું પણ મોડું થયું હતું, કેટલાક લોકો એવું જણાવી રહ્યા છે કે જે પણ મેનેજર છે તેની તાત્કાલિક બદલી કરવામાં આવી જોઈએ અને સાથે આવા થવાના પાછળ નું બીજું કારણ છે કોન્ટ્રાકટ હેઠળ આપવામાં આવતી સર્કિટ હાઉસમાં નોકરી.પૂર્વ મુખ્યમંત્રીને ચાના એક કપ માટે સર્કિટ હાઉસમાં કર્મચારીઓએ એક કલાક સુધી તડપાવ્યા હતા. ચાના એક કપ માટે ધક્કા ખાધા બાદ તેમણે લેખિતમાં ફરિયાદ કરી હતી તેમજ કસૂરવારો સામે પગલાં ભરી તેની જાણ કરવા સૂચના આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી સાથે આવો વ્યવહાર થતો હોય તો સામાન્ય લોકો સાથે સર્કિટ હ્યુસમાં કર્મચારીઓ કેવો વ્યવહાર કરતા હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
![Surat: સુરત શહેરમાં આવેલા લક્ઝરિયસ સર્કિટ હાઉસનો અંધેર કારભાર!](https://epapercdn.sandesh.com/images/2025/02/07/s0aA9shntFCtNrJCk1mKuRoICPvIHHjPkKiFeOUs.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં આવેલા લખઝરિયસ સર્કિટ હાઉસનો અંધેર કારભાર સામે આવ્યો છે, એક કપ ચા માટે પૂર્વ મુખ્યમંત્રીને કલાક તડપાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે,પૂર્વ મુખ્યમંત્રીને સુરત સર્કિટ હાઉસના કર્તાહર્તાઓના કારભારનો કડવો અનુભવ થયો છે,આરોપીઓ માટે લાલ જાજમ પાથરનારા મેનેજરે પૂર્વ મુખ્યમંત્રીનું સન્માન ન જાળવ્યું, કિચનનો કોન્ટ્રાક્ટ અલગ હોવાનો ઉડાઉ જવાબ બાપુને મળ્યો હતો.
સુરતશહેરમાં આવેલા સર્કિટ હાઉસમાં વીતેલા લાંબા સમયથી અંધેર કારભાર ચાલી રહ્યો છે. સુરતના જ નહીં સમગ્ર રાજ્યના સરકારી કર્મચારીઓએ સુરત સર્કિટ હાઉસના અંધેર કારભારનો કડવો અનુભવ થયો હશે,જોકે, રાષ્ટ્રપતિ થી લઈને રાજ્યપાલ, પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી કે જેઓ સર્કિટ હાઉસમાં રોકાણ કરે છે તે સર્કિટ હાઉસના રેઢિયાળ કારભારનો હવે પૂર્વ મુખ્યમંત્રી શક્તિસિંહ વાઘેલાને કડવો અનુભવ થયો છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ તેઓ એક કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા,તેઓને સર્કિટ હાઉસના ચોથા માળે દમણગંગામાં રૂમ ફાળવાયો હતો. સવારે ૮ વાગ્યે કાર્યક્રમ હોવાથી તેઓ સાત વાગ્યે તૈયાર થઈ ગયા હતા,ત્યારબાદ તેમણે ચા માટે ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યા બાદ ચા નહીં આવતા તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં જઈને પૂછતાછ કરી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ૭.૩૦ થઈ ગયા હોવાથી કાર્યક્રમમાં જવાનું મોડું થતાં તેઓ ફરીવાર કિચનમાં ગયા હતા. આમ છતાં તેમને કોઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. અંતે સવારે ૭.૫૫ વાગ્યે તેમને ચા મળી હતી. એક કલાક બાદ ચા આપવામાં આવતા તેમને ૮ વાગ્યાના કાર્યક્રમ માં જવાનું પણ મોડું થયું હતું, કેટલાક લોકો એવું જણાવી રહ્યા છે કે જે પણ મેનેજર છે તેની તાત્કાલિક બદલી કરવામાં આવી જોઈએ અને સાથે આવા થવાના પાછળ નું બીજું કારણ છે કોન્ટ્રાકટ હેઠળ આપવામાં આવતી સર્કિટ હાઉસમાં નોકરી.
પૂર્વ મુખ્યમંત્રીને ચાના એક કપ માટે સર્કિટ હાઉસમાં કર્મચારીઓએ એક કલાક સુધી તડપાવ્યા હતા. ચાના એક કપ માટે ધક્કા ખાધા બાદ તેમણે લેખિતમાં ફરિયાદ કરી હતી તેમજ કસૂરવારો સામે પગલાં ભરી તેની જાણ કરવા સૂચના આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી સાથે આવો વ્યવહાર થતો હોય તો સામાન્ય લોકો સાથે સર્કિટ હ્યુસમાં કર્મચારીઓ કેવો વ્યવહાર કરતા હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.