Surat: સુરતમાં ભયાનક રોગચાળાથી મૃત્યુઆંક વધ્યો, તાવ, શરદી-ખાંસી, વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો
સ્વચ્છતાનું બિરુદ મેળવનારા સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સુરત શહેરમાં ઝાડા-ઉલટી, તાવ, શરદી-ખાંસી, ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.મળતી માહિતી મુજબ, સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં વધારો થયો છે. અમરોલીની 1 વર્ષય બાળકી સહીત 2 લોકોના મોત નિપજ્યા છે. અલથાણમાં ઝાડા-ઉલ્ટી બાદ 30 વર્ષય યુવકનું મોત નીપજ્યું છે. અમરોલી વિસ્તારની 1 વર્ષય બાળકીને તાવની ટૂંકી સવાર બાદ મૃત્યુ થયું હોવાના માહિતી મળી રહી છે. સુરત શહેરમાં તાવ, શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે.સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં વધારો અમરોલીની એક વર્ષીય બાળકી સહિત બેનાં મોત અલથાણમાં ઝાડા-ઉલટી બાદ યુવકનું મોત અમરોલીની બાળકીનું તાવના કારણે મોત તાવ, શરદી-ખાંસી, ઈન્ફેક્શનના કેસોમાં વધારો ખાનગી, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈસુરતની હાલત વધુ સીરિયસ સુરતમાં રોગચાળો ફાટ્યો છે. વહેલી સવારથી જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા દર્દીઓ મજબુર બન્યા છે. સ્વચ્છ સિટીનું બિરુદ મેળવનારા સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમા ધરખમ વધારો થયો છે. જેમાં નાના બાળકોમાં કેસ વધારે છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળોએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા જોલા છાપ તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વચ્છતાનું બિરુદ મેળવનારા સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સુરત શહેરમાં ઝાડા-ઉલટી, તાવ, શરદી-ખાંસી, ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં વધારો થયો છે. અમરોલીની 1 વર્ષય બાળકી સહીત 2 લોકોના મોત નિપજ્યા છે. અલથાણમાં ઝાડા-ઉલ્ટી બાદ 30 વર્ષય યુવકનું મોત નીપજ્યું છે. અમરોલી વિસ્તારની 1 વર્ષય બાળકીને તાવની ટૂંકી સવાર બાદ મૃત્યુ થયું હોવાના માહિતી મળી રહી છે. સુરત શહેરમાં તાવ, શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે.
સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં વધારો
- અમરોલીની એક વર્ષીય બાળકી સહિત બેનાં મોત
- અલથાણમાં ઝાડા-ઉલટી બાદ યુવકનું મોત
- અમરોલીની બાળકીનું તાવના કારણે મોત
- તાવ, શરદી-ખાંસી, ઈન્ફેક્શનના કેસોમાં વધારો
- ખાનગી, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
સુરતની હાલત વધુ સીરિયસ
સુરતમાં રોગચાળો ફાટ્યો છે. વહેલી સવારથી જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા દર્દીઓ મજબુર બન્યા છે. સ્વચ્છ સિટીનું બિરુદ મેળવનારા સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમા ધરખમ વધારો થયો છે. જેમાં નાના બાળકોમાં કેસ વધારે છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે.
શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળોએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા જોલા છાપ તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે.