Surat: વેસુમાં આતંક મચાવનાર આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો, ચપ્પુ વડે હુમલો કરનારને ઘટનાસ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે વેસુ પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ રમી રહેલા એક નિર્દોષ યુવક પર ચપ્પુ વડે પ્રાણઘાતક હુમલો કરનાર આરોપીને પોલીસે આજે તેના જ વિસ્તારમાં ફેરવીને 'વરઘોડો' કાઢ્યો હતો.
યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો
થોડા દિવસો પહેલા વેસુ વિસ્તારમાં ક્રિકેટ રમી રહેલા યુવકો સાથે આરોપીએ તકરાર કરી હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીએ ઉશ્કેરાઈને એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગત રોજ મોટી સંખ્યામાં સ્થાનિકો ન્યાયની માંગ સાથે વેસુ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને આરોપીની ત્વરિત ધરપકડ કરી કડક સજાની માંગ કરી હતી.
પોલીસનું 'ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન'
લોકોના રોષ અને ગુનાની ગંભીરતાને જોતા વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આજે પોલીસે હુમલાખોરને સાથે રાખીને જે સ્થળે હુમલો થયો હતો ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીને તે જ સ્થળો પર ફેરવ્યો હતો જ્યાં તેણે આતંક મચાવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: નેહરુનગરમાં ખાડા અને ધૂળના સામ્રાજ્ય વચ્ચે જનતા પરેશાન, ખરાબ રસ્તાઓથી વાહનચાલકોને અકસ્માતનો ભય
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

