Surat : વાસી અને અખાદ્ય કઠોળનું વિતરણ: પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ અખાદ્ય જથ્થો પકડાતાં ખળભળાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરકારી યોજના હેઠળ અપાતા પૌષ્ટિક આહારમાં ભારે બેદરકારી સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી, અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો હોવાનો ધડાકો થયો છે.
વાસી કઠોળ મોકલવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, પાંડેસરા સ્થિત આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવા માટે વાસી કઠોળ મોકલવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોએ જ્યારે આ જથ્થાની પ્રાથમિક તપાસ કરી ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી હતી. અખાદ્ય અને વાસી કઠોળનો જથ્થો પકડાતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માગ
માતા અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આ ગંભીર લાપરવાહી સામે આવતાં સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. પૌષ્ટિક આહારના નામે અખાદ્ય સામગ્રી સપ્લાય કરનાર જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.
આ પણ વાંચો : Live Bypoll Result 2026: બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો દબદબો તો માંજલપુરમાં ભાજપને ભારે બહુમત, દતિયામાં કોંગ્રેસ આગળ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

