Surat-વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6નાં મોત

ગુજરાતીઓ આજે નવ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરા અને સુરતમાં અકસ્માતના કારણે 6 લોકો નવા વર્ષનો સૂરજ પણ જોઈ નથી શક્યાં. શુક્રવારે (1 નવેમ્બર) મોડી રાત્રે વડોદરા અને સુરતમાં અકસ્માત થયો હતો. જેમાં સુરતમાં ત્રણ અને વડોદરામાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયાં છે. આ અકસ્માતના કારણે નવ વર્ષના દિવસે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.સુરતના ઉપરપડા ગામ ખાતે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉમરપાડાના બે પુરૂષ અનવે એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગમખ્વાર અકસ્માત બીજીબાજુ વડોદરાના સેગવા-સીમળી માર્ગ પર પણ બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સિવાય ચાર વર્ષની એક બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat-વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6નાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતીઓ આજે નવ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરા અને સુરતમાં અકસ્માતના કારણે 6 લોકો નવા વર્ષનો સૂરજ પણ જોઈ નથી શક્યાં. શુક્રવારે (1 નવેમ્બર) મોડી રાત્રે વડોદરા અને સુરતમાં અકસ્માત થયો હતો. જેમાં સુરતમાં ત્રણ અને વડોદરામાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયાં છે. આ અકસ્માતના કારણે નવ વર્ષના દિવસે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના ઉપરપડા ગામ ખાતે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉમરપાડાના બે પુરૂષ અનવે એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં ગમખ્વાર અકસ્માત

બીજીબાજુ વડોદરાના સેગવા-સીમળી માર્ગ પર પણ બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સિવાય ચાર વર્ષની એક બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.