Surat: રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર દિવાળી 2023 જેવી જ સ્થિતિ

દિવાળીના તહેવારને શરૂ થવામાં હવે માત્ર બે-ચાર દિવસ બાકી છે, ત્યારે પરપ્રાંતિય લોકો હવે પોતાના વતન જવા માટે રાજ્યના અલગ અલગ શહેરમાં તમામ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.સુરતમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર દિવાળી 2023 જેવી જ સ્થિતિ ત્યારે સુરતમાં પણ દિવાળીના તહેવારને કારણે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડાયમંડ નગરીમાં અનેક રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે આવે છે, ત્યારે દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના મૂળ વતનમાં જાય છે. તેની આ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા જામેલી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં વર્ષ 2023ની સ્થિતિ અને વર્ષ 2024ની સ્થિતિમાં ખાસ કોઈ ફરક જોવા મળી રહ્યો નથી. ત્યારે ગયા વર્ષે પણ સુરતમાં દિવાળીના તહેવાર પર લોકોની આવી ભીડ જોવા મળી હતી અને જેમાં 4થી 5 લોકો બેભાન થઈ ગયા હતા અને 1 વ્યક્તિને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન જ તે વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો જો ઘટનાની વાત કરીએ તો ટ્રેનમાં બેસવા જતાં સમયે મુસાફરો ધક્કામુક્કી કરી રહ્યા હતા અને લોકોની આ ભારે ભીડમાં અનેક લોકો બેભાન થઈ ગયા હતા અને એક વ્યક્તિની સ્થિતિ ગંભીર થતાં તેને 108 દ્વારા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક બિહાર છપરા ટ્રેનમાં વતન તરફ જઈ રહ્યો હતો અને મુસાફરોના ભારે ધસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં તેઓ કહ્યું હતું કે સુરત અને ઉધના સ્ટેશન પરની ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ સખત અને મોટી મહેનત કરી રહી છે અને હું પણ પોતે સુરત જવાનો છું. મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન અને એસટી બસો પણ દોડાવવામાં આવે છે તમને જણાવી દઈએ કે તંત્ર દ્વારા પણ લોકોને તહેવારોની સિઝનમાં કોઈ અગવડતા ના પડે તેના માટે સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ એસટી બસો પણ દોડાવવામાં આવે છે, તેમ છતાં તમામ ટ્રેન અને બસમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. 

Surat: રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર દિવાળી 2023 જેવી જ સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારને શરૂ થવામાં હવે માત્ર બે-ચાર દિવસ બાકી છે, ત્યારે પરપ્રાંતિય લોકો હવે પોતાના વતન જવા માટે રાજ્યના અલગ અલગ શહેરમાં તમામ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સુરતમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર દિવાળી 2023 જેવી જ સ્થિતિ

ત્યારે સુરતમાં પણ દિવાળીના તહેવારને કારણે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડાયમંડ નગરીમાં અનેક રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે આવે છે, ત્યારે દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના મૂળ વતનમાં જાય છે. તેની આ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા જામેલી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં વર્ષ 2023ની સ્થિતિ અને વર્ષ 2024ની સ્થિતિમાં ખાસ કોઈ ફરક જોવા મળી રહ્યો નથી.

ત્યારે ગયા વર્ષે પણ સુરતમાં દિવાળીના તહેવાર પર લોકોની આવી ભીડ જોવા મળી હતી અને જેમાં 4થી 5 લોકો બેભાન થઈ ગયા હતા અને 1 વ્યક્તિને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન જ તે વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી.


એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

જો ઘટનાની વાત કરીએ તો ટ્રેનમાં બેસવા જતાં સમયે મુસાફરો ધક્કામુક્કી કરી રહ્યા હતા અને લોકોની આ ભારે ભીડમાં અનેક લોકો બેભાન થઈ ગયા હતા અને એક વ્યક્તિની સ્થિતિ ગંભીર થતાં તેને 108 દ્વારા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક બિહાર છપરા ટ્રેનમાં વતન તરફ જઈ રહ્યો હતો અને મુસાફરોના ભારે ધસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને થતાં તેઓ કહ્યું હતું કે સુરત અને ઉધના સ્ટેશન પરની ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ સખત અને મોટી મહેનત કરી રહી છે અને હું પણ પોતે સુરત જવાનો છું.


મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન અને એસટી બસો પણ દોડાવવામાં આવે છે

તમને જણાવી દઈએ કે તંત્ર દ્વારા પણ લોકોને તહેવારોની સિઝનમાં કોઈ અગવડતા ના પડે તેના માટે સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ એસટી બસો પણ દોડાવવામાં આવે છે, તેમ છતાં તમામ ટ્રેન અને બસમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે.