Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે

Jun 20, 2026 - 14:00
Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના કાપડ અને કેમિકલ ઉદ્યોગોથી ધમધમતા માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી આજે વહેલી સવારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક મોટા ખુલ્લા પ્લોટમાં, જ્યાં ફેક્ટરીઓમાંથી નીકળતો ટનબંધ પ્લાસ્ટિક વેસ્ટ અને સ્ક્રેપનો જથ્થો પ્રોસેસિંગ માટે એકઠો કરવામાં આવ્યો હતો, તેમાં અચાનક જ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે પવનની ગતિ સાથે આગની જવાળાઓએ આજુબાજુના મોટા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો. આ ભયાનક આગના દ્રશ્યો હાઇવે પરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા, જેના કારણે ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

સરકારી અને પ્રાઇવેટ ફાયર ફાઇટરોનું સંયુક્ત ઓપરેશન

આગ લાગવાની ઘટનાની જાણ આસપાસના કારખાનાના મેનેજમેન્ટે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી સરકારી તંત્રની સાથે પીપોદરા વિસ્તારની અગ્રણી કંપનીઓના પ્રાઇવેટ ફાયર સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. આ મેજર કોલના રિસ્પોન્સમાં 'સુમિલોન ફાયર' અને 'રાજહંસ ફાયર'  ના અત્યાધુનિક લાશ્કરો અને વોટર બ્રાઉઝરો ઘટનાસ્થળે ધસી ગયા હતા. ફાયર ફાઇટરોએ કેમિકલ ફોમ અને પાણીના ભારે મારા વડે આગ પર કાબૂ મેળવવાની સંયુક્ત કામગીરી શરૂ કરી દીધી છે.

આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝને બચાવવા ઘેરાબંધી કરાઈ

પીપોદરા જીઆઈડીસીમાં અસંખ્ય નાની-મોટી કંપનીઓ એકબીજાની પાસપાસે આવેલી હોવાથી આ વિકરાળ આગ બાજુની કોઈ ચાલુ ફેક્ટરી કે ગોડાઉનમાં ન પ્રવેશે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમોએ પ્લાસ્ટિક વેસ્ટના પ્લોટની ચારેય બાજુ કૉર્ડન કરીને કુલિંગ ઓપરેશન હાથ ધર્યું છે, જેથી આગને એક જ જગ્યાએ સીમિત રાખીને બુઝાવી શકાય. પ્રાથમિક અહેવાલો મુજબ, આ આગ ખુલ્લા પ્લોટમાં લાગી હોવાથી હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ શ્રમિક ફસાયા હોવાના સમાચાર નથી, જે ખૂબ જ રાહતની વાત છે. જોકે, આગ સંપૂર્ણ શાંત થયા બાદ જ નુકસાનીનો સાચો આંકડો અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો: Ahmedabad: NEET પરીક્ષા માટે પોલીસની કડક કિલ્લેબંધી! 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0