Surat: દિવાળીમાં ઘરમાંથી રોકડા 47 લાખની ચોરી, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતમાં દિવાળીના તહેવારમાં તસ્કરો બેફામ બન્યા છે અને બંધ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના અઠવાલાઈન્સ પોલીસની હદમાં જ ચોરીની મોટી ઘટનાનો બનાવ છે. સગરામપુરા વિસ્તારમાં તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા છે.તસ્કરો 47 લાખની રોકડ ચોરી કરીને થઈ ગયા ફરાર જણાવી દઈએ કે આ તસ્કરોએ તહેવારના દિવસોમાં જ રોકડા રૂપિયા 47 લાખની રકમની ચોરી કરી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો 26 ઓક્ટોબરે પરીવાર પોતાના વતન રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યારબાદ 1 નવેમ્બરે પરિવાર પરત આવતા પોતાના ઘરમાં ચોરીની ઘટના બની હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ એક જ એપાર્ટમેન્ટના 2 ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે આ અંગે ફરિયાદન નોંધાયા બાદ અઠવાલાઈન્સ પોલીસે ચોરી કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને સાથે જ પોલીસે આરોપી પાસેથી રૂપિયા 35 લાખ રોકડા જપ્ત કરી લીધા છે. 1 નવેમ્બરે પણ સુરત પોલીસે 32 લાખની ચોરી કરનારને ઝડપ્યો હતો તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરે પણ સુરત પોલીસે ચોરી કરનાર આરોપીને ઝડપ્યો હતો. સુરત પોલીસે 32 લાખ રૂપિયાની ચોર કરનારને ઝડપ્યો હતો અને 32.50 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 25.50 લાખ રિકવર પણ કર્યા હતા. મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકે જ પોતાની માસીના દીકરાને લૂંટની ટીપ આપી હતી. માસીના દીકરા અને અન્ય પાંચ ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ આરોપીઓએ મળીને કારમાંથી રૂપિયાની ચોરી કરી હતી.સુરતમાં પ્રાણી સંગ્રહાલયને ફળ્યું દિવાળી વેકેશન સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. SMCને તહેવારોના 4 દિવસમાં જ રૂપિયા 21 લાખથી વધુની આવક થઈ છે. આ ચાર દિવસમાં 75 હજારથી વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જણાવી દઈએ કે SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલય સરથાણા ખાતે આવ્યું છે. સુરત મનપાની તિજોરીમાં મોટી આવક ઉભી થઈ છે. બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને બેસતા વર્ષના દિવસે ઝૂની આવક સૌથી વધુ 7.50 લાખ રૂપિયા નોંધાઈ છે. ભાઈબીજના દિવસે પણ 20 હજારથી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી. 

Surat: દિવાળીમાં ઘરમાંથી રોકડા 47 લાખની ચોરી, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં દિવાળીના તહેવારમાં તસ્કરો બેફામ બન્યા છે અને બંધ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના અઠવાલાઈન્સ પોલીસની હદમાં જ ચોરીની મોટી ઘટનાનો બનાવ છે. સગરામપુરા વિસ્તારમાં તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા છે.

તસ્કરો 47 લાખની રોકડ ચોરી કરીને થઈ ગયા ફરાર

જણાવી દઈએ કે આ તસ્કરોએ તહેવારના દિવસોમાં જ રોકડા રૂપિયા 47 લાખની રકમની ચોરી કરી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો 26 ઓક્ટોબરે પરીવાર પોતાના વતન રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યારબાદ 1 નવેમ્બરે પરિવાર પરત આવતા પોતાના ઘરમાં ચોરીની ઘટના બની હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ એક જ એપાર્ટમેન્ટના 2 ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે આ અંગે ફરિયાદન નોંધાયા બાદ અઠવાલાઈન્સ પોલીસે ચોરી કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને સાથે જ પોલીસે આરોપી પાસેથી રૂપિયા 35 લાખ રોકડા જપ્ત કરી લીધા છે.

1 નવેમ્બરે પણ સુરત પોલીસે 32 લાખની ચોરી કરનારને ઝડપ્યો હતો

તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરે પણ સુરત પોલીસે ચોરી કરનાર આરોપીને ઝડપ્યો હતો. સુરત પોલીસે 32 લાખ રૂપિયાની ચોર કરનારને ઝડપ્યો હતો અને 32.50 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 25.50 લાખ રિકવર પણ કર્યા હતા. મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકે જ પોતાની માસીના દીકરાને લૂંટની ટીપ આપી હતી. માસીના દીકરા અને અન્ય પાંચ ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. પાંચ આરોપીઓએ મળીને કારમાંથી રૂપિયાની ચોરી કરી હતી.

સુરતમાં પ્રાણી સંગ્રહાલયને ફળ્યું દિવાળી વેકેશન

સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. SMCને તહેવારોના 4 દિવસમાં જ રૂપિયા 21 લાખથી વધુની આવક થઈ છે. આ ચાર દિવસમાં 75 હજારથી વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જણાવી દઈએ કે SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલય સરથાણા ખાતે આવ્યું છે. સુરત મનપાની તિજોરીમાં મોટી આવક ઉભી થઈ છે. બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને બેસતા વર્ષના દિવસે ઝૂની આવક સૌથી વધુ 7.50 લાખ રૂપિયા નોંધાઈ છે. ભાઈબીજના દિવસે પણ 20 હજારથી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી.