Surat: જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારા 5000થી વધુ ઝડપાતા રૂ.9 લાખનો દંડ ફટકાર્યો
સુરતમાં જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે ICCC સેન્ટરના સીસીટીવીના મોનીટરીંગથી સાડા ચાર હજાર કેમેરા થકી ઝડપવામાં આવી રહ્યા છે, સીસીટીવીની નજરે ન્યૂશન્સ કરનારા 5200 લોકો ઝડપાયાં છે અને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે રાજ્યમાં સૌ પ્રથમ વખત આટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે.સુરતમાં માવો ગુટખા ખાનાર સામે દંડનીય કાર્યવાહી છતાં પણ સુધારવાનું નામ લેતા નહીં હોવાની પણ વરવી વાસ્તવિક્તા છે તેથી નજીકના દિવસોમાં જ હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડનીય રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતમાં જાહેરમાં થૂંકનારા સામે SMCએ ખાસ ઝૂંબેશ ચલાવી છે. ICCC સેન્ટરના 4500 કેમેરાની 24X7 વોચ કરાઈ હતી. જેમાં CCTV મોનિટરિંગથી સતત દેખરેખમાં SMCએ જાહેરમાં થૂંકનારા તત્વોને દંડ ફટકાર્યો છે. અલગ-અલગ જગ્યાએ રૂ. 9 લાખનો દંડ ફટકાર્યો છે. બ્રિજ, ડિવાઈડર, સર્કલોના નવા રંગરોગાનને નુકસાન થયું છે. આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ વધારાશે અને દંડની રકમ પણ બેવડી કરવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી SMCએ જાહેરમાં થૂંકનારા તત્વોને ફટકાર્યો દંડ અલગ-અલગ જગ્યાએ રૂ. 9 લાખનો દંડ ફટકાર્યો ICCC સેન્ટરના 4500 કેમેરાની 24X7 વોચ કરાઈ CCTV મોનિટરિંગથી સતત રખાઈ રહી છે દેખરેખ બ્રિજ, ડિવાઈડર, સર્કલોના નવા રંગરોગાનને નુકસાન આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ વધારાશે દંડની રકમ પણ બેવડી કરવા તંત્રની તૈયારી આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ગત 1લી એપ્રિલથી જાહેર સ્થળો પર સ્પ્લિટિંગ કરનારા સામે કાર્યવાહી કરવા માટે ખાસ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની ટીમ દ્વારા પાલિકાની મિલકતોને બગાડતાં સીસીટીવીમાં ઝડપી પાડવામાં આવી રહ્યું છે. આવા વ્યક્તિઓ જો વાહન માંથી ફૂંકતા હોય તો વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે ICCC સેન્ટરના સીસીટીવીના મોનીટરીંગથી સાડા ચાર હજાર કેમેરા થકી ઝડપવામાં આવી રહ્યા છે, સીસીટીવીની નજરે ન્યૂશન્સ કરનારા 5200 લોકો ઝડપાયાં છે અને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે રાજ્યમાં સૌ પ્રથમ વખત આટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે.
સુરતમાં માવો ગુટખા ખાનાર સામે દંડનીય કાર્યવાહી છતાં પણ સુધારવાનું નામ લેતા નહીં હોવાની પણ વરવી વાસ્તવિક્તા છે તેથી નજીકના દિવસોમાં જ હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડનીય રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતમાં જાહેરમાં થૂંકનારા સામે SMCએ ખાસ ઝૂંબેશ ચલાવી છે. ICCC સેન્ટરના 4500 કેમેરાની 24X7 વોચ કરાઈ હતી. જેમાં CCTV મોનિટરિંગથી સતત દેખરેખમાં SMCએ જાહેરમાં થૂંકનારા તત્વોને દંડ ફટકાર્યો છે. અલગ-અલગ જગ્યાએ રૂ. 9 લાખનો દંડ ફટકાર્યો છે. બ્રિજ, ડિવાઈડર, સર્કલોના નવા રંગરોગાનને નુકસાન થયું છે. આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ વધારાશે અને દંડની રકમ પણ બેવડી કરવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે.
સુરતમાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી
- SMCએ જાહેરમાં થૂંકનારા તત્વોને ફટકાર્યો દંડ
- અલગ-અલગ જગ્યાએ રૂ. 9 લાખનો દંડ ફટકાર્યો
- ICCC સેન્ટરના 4500 કેમેરાની 24X7 વોચ કરાઈ
- CCTV મોનિટરિંગથી સતત રખાઈ રહી છે દેખરેખ
- બ્રિજ, ડિવાઈડર, સર્કલોના નવા રંગરોગાનને નુકસાન
- આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ વધારાશે
- દંડની રકમ પણ બેવડી કરવા તંત્રની તૈયારી
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ગત 1લી એપ્રિલથી જાહેર સ્થળો પર સ્પ્લિટિંગ કરનારા સામે કાર્યવાહી કરવા માટે ખાસ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની ટીમ દ્વારા પાલિકાની મિલકતોને બગાડતાં સીસીટીવીમાં ઝડપી પાડવામાં આવી રહ્યું છે. આવા વ્યક્તિઓ જો વાહન માંથી ફૂંકતા હોય તો વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.