Surat: ગુજસીટોકને કારણે બંગલાનો કબજો છોડાવ્યો, ગૃહમંત્રી અને કમિશનરના આભાર વ્યક્ત કરતા બેનરો લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આભાર વ્યક્ત કરતા બેનરો લાગ્યા છે. શહેરના અઠવાલાઇન્સ, ચોપાટી, અઠવાગેટ અને મજુરાગેટ જેવા મુખ્ય વિસ્તારોમાં આ બેનરો જોવા મળ્યા છે, જે ડો. ઝાકિર અયુબ મેમણ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ બેનરો લગાવા પાછળનું કારણ સુરત SOG પોલીસની કડક કાર્યવાહી છે. રાંદેર વિસ્તારની કુખ્યાત “સદ્દામ-ગૌડીલ” ગેંગ સામે પોલીસે ગુજસીટોક (GUJCTOC - ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
સુરતમાં મિલકત પરત મળતા આભારના બેનરો લાગ્યા
આ ગેંગે ચાર વર્ષથી ગોરાટ રોડ પર આવેલા 'અમી રો-હાઉસ'ના એક બંગલા પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ બંગલાની કિંમત આશરે ₹3.5 કરોડ જેટલી આંકવામાં આવી છે. જોકે, ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થતાં જ ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. જેના પરિણામે, ગેંગના સભ્યોએ સામે ચાલીને SOG પોલીસને બંગલાની ચાવી સોંપી દીધી હતી.
સદ્દામ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
પોલીસની આ સખત કાર્યવાહીને કારણે જમીન કે મિલકતનો કબજો મુક્ત થયો, જેનાથી બોગબનાર ડો. ઝાકિર અયુબ મેમણે રાહતનો શ્વાસ લીધો હતો. આ કાર્યવાહીથી ખુશ થઈને, તેમણે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર શહેરમાં આ બેનરો લગાવ્યા છે.
What's Your Reaction?






