Surat: ઉનના ભીંડી બજારના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, એક કાર બળીને ખાક

Nov 13, 2026 - 21:30
Surat: ઉનના ભીંડી બજારના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, એક કાર બળીને ખાક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉન વિસ્તારમાં આવેલા ભીંડી બજારના સત્યનારાયણ નગરમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં આગ લાગતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રહેણાક વિસ્તારમાં ભયનો માહોલ

ગોડાઉનની આસપાસ રહેણાક વિસ્તાર આવેલો હોવાથી આગ ફેલાવાની આશંકાથી લોકો પોતાના ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

ફાયર વિભાગની ટીમો તાત્કાલિક દોડી

ફાયર વિભાગને આગ અંગે જાણ કરવામાં આવતાં જ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસની મદદથી ટ્રાફિક વ્યવસ્થા

ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકત્ર થતાં સ્થિતિને નિયંત્રિત કરવા 2થી 3 પીસીઆર વાન પણ બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું, જેથી ફાયર વિભાગની કામગીરીમાં અવરોધ ન સર્જાય.એક કાર બળીને ખાક, જાનહાનિ નહીં

આગની ઘટનામાં એક ફોર વ્હીલર કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.  


આ પણ વાંચો :    Gujarat: PM Modiના પ્રવાસ વચ્ચે ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ, એરપોર્ટ પર સ્વાગત માટે આ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો હાજર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0