Surat: ઉદ્યોગપતિએ નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત
ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી સર્જ્યો અકસ્માત ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો સુરતમાં ઉદ્યોગપતિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. જેમાં ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી અકસ્માત સર્જ્યો છે. ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી હતી. જેમાં અકસ્માત સર્જી વત્સલે દાદાગીરી કરી છે. ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. તેમાં કાર્યવાહી બાદ વત્સલને જામીન આપી છોડી દેવાયો છે.ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી છે. જેમાં ઉદ્યોગપતિએ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો છે. ઉમરા પોલીસે કલાકોમાં વત્સલ નાયકને જવા દેતા હોબાળો થયો હતો. જેમાં ઉદ્યોગપતિને છાવરતી પોલીસની ભૂમિકા સામે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. સુરતના સીમાડે આવેલી સચિન જીઆઈડીસી સ્થિત કેમિકલ મેન્યુફેકચર્સ એવા મહાવીર કેમિકલ પ્રા.લી. અને હેઝાર્ડસ સોલીડનો નિકાલ કરતી કંપની મહાવીર ઈકો પ્રોજેક્ટ પ્રા.લી.નાં માલિક વત્સલ દિનકર નાયક (રહે, મેઘદૂત સોસાયટી, અઠવા લાઇન્સ) કે જેઓ સાઉથ ગુજરાત કેમિકલ મેન્યુફેકચર્સ એસોસિયેશનના પ્રમુખ પણ છે તેઓએ અણુવ્રત દ્વાર પાસે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લક્ઝુરિયસ વોલ્વો દ્વારા અકસ્માત સજર્યો હતો. બપોર બાદની આ ઘટનામાં દારૂ પીતા પકડાતા ઉમરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો હોવા છતાં રાજકીય દબાણ આવતા રાતે પોલીસ સ્ટેશનમાં રજા આપી પોલીસ ઘરે મૂકી આવી હોવાનું બહાર આવતા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. જાહેર રસ્તે ઉધોગપતિ નશો કરતા ઝડપાતા ભારે ચર્ચાનો વિષય બન્યો ચાલુ કારે દારૂ પીતા પકડાયેલા વત્સલ નાયકે ઉમરા પોલીસ સાથે દાદાગીરી કરતા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી સબક તો જરૂર શીખવ્યો હતો. દારૂના નશામાં પોલીસને ગાળો આપનાર વત્સલ નાયકની ઘટના અંગે ઉમરા પીઆઈએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા પ્રથમ ગુનો દાખલ કરી દેવાયો હતો. પરંતુ પાછળથી કેટલાક વગદાર વ્યક્તિઓનો ફોન આવતા ગત રાતે પોલીસ સ્ટેશનમાં જામીન આપી મુક્ત કરી દેવાતાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. કોઈ સાધારણ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય તો પોલીસ સ્ટેશનથી કલાકોમાં જામીન મળે એ માની જ ન શકાય પરંતુ આ કિસ્સામાં તો પોલીસે જ આરોપીને છૂટ્ટો દોર આપ્યો છે. ચોક્કસ જ મોટી વાત હોવાથી હોબાળો મચી જાય એ સ્વાભાવિક છે.પોલીસે દારુના નશો કરતા ઝડપાયેલા વત્સલ નાયકના નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા હતા. જાહેર રસ્તે ઉધોગપતિ નશો કરતા ઝડપાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી સર્જ્યો અકસ્માત
- ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી
- ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો
સુરતમાં ઉદ્યોગપતિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. જેમાં ઉદ્યોગપતિ વત્સલે વોલ્વો કારથી અકસ્માત સર્જ્યો છે. ઉદ્યોગપતિએ BRTSની રેલિંગ પર કાર ચઢાવી હતી. જેમાં અકસ્માત સર્જી વત્સલે દાદાગીરી કરી છે. ઉમરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. તેમાં કાર્યવાહી બાદ વત્સલને જામીન આપી છોડી દેવાયો છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી
ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી છે. જેમાં ઉદ્યોગપતિએ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો છે. ઉમરા પોલીસે કલાકોમાં વત્સલ નાયકને જવા દેતા હોબાળો થયો હતો. જેમાં ઉદ્યોગપતિને છાવરતી પોલીસની ભૂમિકા સામે શહેરમાં ભારે ચર્ચા જાગી છે. સુરતના સીમાડે આવેલી સચિન જીઆઈડીસી સ્થિત કેમિકલ મેન્યુફેકચર્સ એવા મહાવીર કેમિકલ પ્રા.લી. અને હેઝાર્ડસ સોલીડનો નિકાલ કરતી કંપની મહાવીર ઈકો પ્રોજેક્ટ પ્રા.લી.નાં માલિક વત્સલ દિનકર નાયક (રહે, મેઘદૂત સોસાયટી, અઠવા લાઇન્સ) કે જેઓ સાઉથ ગુજરાત કેમિકલ મેન્યુફેકચર્સ એસોસિયેશનના પ્રમુખ પણ છે તેઓએ અણુવ્રત દ્વાર પાસે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લક્ઝુરિયસ વોલ્વો દ્વારા અકસ્માત સજર્યો હતો. બપોર બાદની આ ઘટનામાં દારૂ પીતા પકડાતા ઉમરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો હોવા છતાં રાજકીય દબાણ આવતા રાતે પોલીસ સ્ટેશનમાં રજા આપી પોલીસ ઘરે મૂકી આવી હોવાનું બહાર આવતા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
જાહેર રસ્તે ઉધોગપતિ નશો કરતા ઝડપાતા ભારે ચર્ચાનો વિષય બન્યો
ચાલુ કારે દારૂ પીતા પકડાયેલા વત્સલ નાયકે ઉમરા પોલીસ સાથે દાદાગીરી કરતા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી સબક તો જરૂર શીખવ્યો હતો. દારૂના નશામાં પોલીસને ગાળો આપનાર વત્સલ નાયકની ઘટના અંગે ઉમરા પીઆઈએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા પ્રથમ ગુનો દાખલ કરી દેવાયો હતો. પરંતુ પાછળથી કેટલાક વગદાર વ્યક્તિઓનો ફોન આવતા ગત રાતે પોલીસ સ્ટેશનમાં જામીન આપી મુક્ત કરી દેવાતાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. કોઈ સાધારણ વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય તો પોલીસ સ્ટેશનથી કલાકોમાં જામીન મળે એ માની જ ન શકાય પરંતુ આ કિસ્સામાં તો પોલીસે જ આરોપીને છૂટ્ટો દોર આપ્યો છે. ચોક્કસ જ મોટી વાત હોવાથી હોબાળો મચી જાય એ સ્વાભાવિક છે.પોલીસે દારુના નશો કરતા ઝડપાયેલા વત્સલ નાયકના નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા હતા. જાહેર રસ્તે ઉધોગપતિ નશો કરતા ઝડપાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.