Suratમા દિલ્હી જેવી ટ્રાફિક સમસ્યાનું થયુ સર્જન,લોકો ઓફીસ સમયે બ્રિજ પર અટવાયા

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હજી પણ યથાવત અઠવા લાઈન્સથી રિંગ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ બ્રિજ પર સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે.અઠવાલાઈન્સથી રિંગ રોડ સુધી ભારે માત્રામાં ટ્રાફિક સર્જાયો હતો,ફલાયઓવર પર ટ્રાફિક સમસ્યા સર્જાતા ઓફીસ જવાના સમયે લોકો ટ્રાફિકમા ફસાયા હતા અને આ ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ હતી,મેટ્રોની કામગીરીના કારણે આ ટ્રાફિક સમસ્યાનું સર્જન થાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરાયો હતો,ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી લોકોની માંગ છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે,ત્રણ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્રણ ફલાયઓવર પર આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.મેટ્રોની કામગીરીના કારણે આ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હોવાની વાત સામે આવી છે,તો સુરત ટ્રાફિક પોલીસ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડી હોય તેમ લાગી રહ્યું છે. વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા સુરતમાં સૌથી વધારે ઓવરબ્રિજ છે તેમ છત્તા ટ્રાફિકની સમસ્યા યથાવત છે.લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અનેક વાર ફસાઇ ચુક્યા છે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, છતાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેમાં પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક ભારણ અનુરૂપ શહેરના 95 જંકશન પર ઓટોમેટિક કાર્યરત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ ઉપરાંત જુના 107 જંકશન પર પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક યથાવત એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી મહા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે.તો કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ તોડી નાખવામાં આવ્યા છે, સુરત શહેર ટ્રાફિક પોલીસ હજી પણ યુદ્ધના ધોરણે સર્વે કરી રહી અને બમ્પર હટાવી ટ્રાફિકનું નિરાકરણ લાવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવી રહ્યા છે.  

Suratમા દિલ્હી જેવી ટ્રાફિક સમસ્યાનું થયુ સર્જન,લોકો ઓફીસ સમયે બ્રિજ પર અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ટ્રાફિકની સમસ્યા હજી પણ યથાવત
  • અઠવા લાઈન્સથી રિંગ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા
  • ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ બ્રિજ પર

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે.અઠવાલાઈન્સથી રિંગ રોડ સુધી ભારે માત્રામાં ટ્રાફિક સર્જાયો હતો,ફલાયઓવર પર ટ્રાફિક સમસ્યા સર્જાતા ઓફીસ જવાના સમયે લોકો ટ્રાફિકમા ફસાયા હતા અને આ ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ હતી,મેટ્રોની કામગીરીના કારણે આ ટ્રાફિક સમસ્યાનું સર્જન થાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરાયો હતો,ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી લોકોની માંગ છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે,ત્રણ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્રણ ફલાયઓવર પર આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.મેટ્રોની કામગીરીના કારણે આ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હોવાની વાત સામે આવી છે,તો સુરત ટ્રાફિક પોલીસ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડી હોય તેમ લાગી રહ્યું છે.


વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

સુરતમાં સૌથી વધારે ઓવરબ્રિજ છે તેમ છત્તા ટ્રાફિકની સમસ્યા યથાવત છે.લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અનેક વાર ફસાઇ ચુક્યા છે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, છતાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેમાં પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક ભારણ અનુરૂપ શહેરના 95 જંકશન પર ઓટોમેટિક કાર્યરત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ ઉપરાંત જુના 107 જંકશન પર પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.

મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક યથાવત

એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી મહા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે.તો કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ તોડી નાખવામાં આવ્યા છે, સુરત શહેર ટ્રાફિક પોલીસ હજી પણ યુદ્ધના ધોરણે સર્વે કરી રહી અને બમ્પર હટાવી ટ્રાફિકનું નિરાકરણ લાવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવી રહ્યા છે.