Sabarkanthaમાં મોતની સવારીનો વીડિયો વાયરલ, આરટીઓ અને ટ્રાફિક વિભાગ સામે ઉઠ્યા સવાલો
સાબરકાંઠાના નેશનલ હાઇવે નં 48 પર મોતની સવારીનો વીડિયો સામે આવ્યો છે. હિંમતનગર હાઇવે પર ટ્રાફિક જામ થતા કોઈએ આ વીડિયો બનાવી વાઈરલ કરતા સમગ્ર ઘટના પર પ્રકાશ પડ્યો છે. ભરચક ભરેલી બસનો વીડિયો વાયરલપ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના હિમ્મતનગર હાઈવે પર ટ્રેફિક જામ થતા કોઈએ ભરચક ભરેલી બસનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં વીડિયો વાઈરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ વીડિયોમાં બસમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરોને ભરેલા હોય તેમ નજરે પડે છે. તેમજ બસની છત પર મુસાફરો આરામ ફરમાવતા નજરે પડે છે. તંત્રની રહેમ હેઠળ આ મોતની સવારીઓ ધમધમી રહી છે. ત્યારે આ ઘટના સામે આવતા આરટીઓ અને ટ્રાફિક વિભાગના લીરેલીરા ઉડ્યા છે. લોકોએ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. ક્ષમતા કરતા વધારે મુસાફરોતમને જણાવી દઈએ કે, આ વીડિયો રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી બસનો છે. બસમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરેલા નજરે પડે છે. તેમજ બસની ઉપર પણ મુસાફરો બિન્દાસ્ત આરામ ફરમાવતા નજરે પડે છે. ત્યારે આજ જગ્યા પર એક ખાનગી જીપના છત પર પણ બે યુવકો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. ત્યારે હવે પ્રશ્ન એ છે કે, મુસાફરો સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તેનુ જવાબદાર કોણ? તહેવાર ટાણે થોડા પૈસાની લાલચ માટે બસ ચાલકો તેમજ જીપ ચાલકો મોતનુ જોખમ ઉઠાવતા ડરતા ન હોય તેમ બસ ભરચક ભરી દેતા હોય છે. અને મુસાફરો પણ જે-તે જગ્યાએ પહોંચવાનુ હોય કોઈ વિરોધ કરતુ નથી. ત્યારે આવી સ્થિતિમાં મુસાફરો સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને તો જવાબદાર કોણ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના નેશનલ હાઇવે નં 48 પર મોતની સવારીનો વીડિયો સામે આવ્યો છે. હિંમતનગર હાઇવે પર ટ્રાફિક જામ થતા કોઈએ આ વીડિયો બનાવી વાઈરલ કરતા સમગ્ર ઘટના પર પ્રકાશ પડ્યો છે.
ભરચક ભરેલી બસનો વીડિયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના હિમ્મતનગર હાઈવે પર ટ્રેફિક જામ થતા કોઈએ ભરચક ભરેલી બસનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં વીડિયો વાઈરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ વીડિયોમાં બસમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરોને ભરેલા હોય તેમ નજરે પડે છે. તેમજ બસની છત પર મુસાફરો આરામ ફરમાવતા નજરે પડે છે. તંત્રની રહેમ હેઠળ આ મોતની સવારીઓ ધમધમી રહી છે. ત્યારે આ ઘટના સામે આવતા આરટીઓ અને ટ્રાફિક વિભાગના લીરેલીરા ઉડ્યા છે. લોકોએ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
ક્ષમતા કરતા વધારે મુસાફરો
તમને જણાવી દઈએ કે, આ વીડિયો રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી બસનો છે. બસમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરેલા નજરે પડે છે. તેમજ બસની ઉપર પણ મુસાફરો બિન્દાસ્ત આરામ ફરમાવતા નજરે પડે છે. ત્યારે આજ જગ્યા પર એક ખાનગી જીપના છત પર પણ બે યુવકો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. ત્યારે હવે પ્રશ્ન એ છે કે, મુસાફરો સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તેનુ જવાબદાર કોણ?
તહેવાર ટાણે થોડા પૈસાની લાલચ માટે બસ ચાલકો તેમજ જીપ ચાલકો મોતનુ જોખમ ઉઠાવતા ડરતા ન હોય તેમ બસ ભરચક ભરી દેતા હોય છે. અને મુસાફરો પણ જે-તે જગ્યાએ પહોંચવાનુ હોય કોઈ વિરોધ કરતુ નથી. ત્યારે આવી સ્થિતિમાં મુસાફરો સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને તો જવાબદાર કોણ.