Suratમા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર ઝીનલ દેસાઈ સામે નોંધાયો ગુનો

સુરતમાં અડધી રાત્રે જાહેરમાં ફટાકડા ફોડીને આતશાબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને કારના બોનેટ પર બેસીને ઉજવણી કરતા,પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો.ઉમરા પોલીસે આ વીડિયોના આધારે તપાસ હાથધરીને ગુનો નોંધ્યો છે. ઝીનલ દેસાઈએ જાહેરમાં ઉજવ્યો હતો જન્મદિવસ સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝીનલ દેસાઈએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા ચર્ચાનો વિષય બન્યો હતો,મોડી રાત્રે ઝીનલ દેસાઈએ કારના બોનેટ પર બેસી કારના બે દરવાજા ખોલીને ગીતો વગાડયા અને જન્મદિવસની ઉજવણી કરી હતી અને પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો,કેક કાપ્યા પછી એક સાથે ફટાકડા ફોડવામાં આવ્યા અને આતશબાજી કરવામાં આવતા આસપાસના સ્થાનિકોની ઉંઘ પણ ઉડી ગઈ હતી. લોકોએ વીડિયોને વખેડયો હતોસામાન્ય વ્યકિત જાહેરમાં કેક કાપી ફટાકડા ફોડે છે ત્યારે પોલીસ તેમની સામે ગુનો નોંધે છે,ત્યારે ઝીનલ દેસાઈના વીડિયોના આધારે પોલીસ ગુનો નોંધશે કે નહી તે પણ સવાલ હતો પરંતુ પોલીસે ગુનો નોંધતા ઝીનલ દેસાઈની મુશ્કેલીમાં વધારો થયો છે,જાહેર રોડ પર કાર પાર્ક કરવામાં આવે છે અને તેની ઉપર ઝીનલ દેસાઈ બેસે છે પછી કારના બે દરવાજા ખોલાય છે અને તેમાં ગીતો વગાડવામાં આવતા હતા આવો વીડિયો તેના મિત્રોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું હતુ.વીડિયોમાં દેખાઈ આવે છે કે પોલીસ કમિશનરના નિયમોનો ભંગ થયો છે,ત્યારે પોલીસે આ ઝીનલ દેસાઈને કાયદાનો પાઠ ભણાવ્યો જેના કારણે લોકોએ પણ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.મોડીરાત્રે કોઈની ઉંઘ ખરાબ કરવી એ પણ ફટાકડા ફોડીને તે કઈ રીતે ચાલે.  

Suratમા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર ઝીનલ દેસાઈ સામે નોંધાયો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં અડધી રાત્રે જાહેરમાં ફટાકડા ફોડીને આતશાબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને કારના બોનેટ પર બેસીને ઉજવણી કરતા,પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો.ઉમરા પોલીસે આ વીડિયોના આધારે તપાસ હાથધરીને ગુનો નોંધ્યો છે.

ઝીનલ દેસાઈએ જાહેરમાં ઉજવ્યો હતો જન્મદિવસ

સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝીનલ દેસાઈએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા ચર્ચાનો વિષય બન્યો હતો,મોડી રાત્રે ઝીનલ દેસાઈએ કારના બોનેટ પર બેસી કારના બે દરવાજા ખોલીને ગીતો વગાડયા અને જન્મદિવસની ઉજવણી કરી હતી અને પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો હતો,કેક કાપ્યા પછી એક સાથે ફટાકડા ફોડવામાં આવ્યા અને આતશબાજી કરવામાં આવતા આસપાસના સ્થાનિકોની ઉંઘ પણ ઉડી ગઈ હતી.

લોકોએ વીડિયોને વખેડયો હતો

સામાન્ય વ્યકિત જાહેરમાં કેક કાપી ફટાકડા ફોડે છે ત્યારે પોલીસ તેમની સામે ગુનો નોંધે છે,ત્યારે ઝીનલ દેસાઈના વીડિયોના આધારે પોલીસ ગુનો નોંધશે કે નહી તે પણ સવાલ હતો પરંતુ પોલીસે ગુનો નોંધતા ઝીનલ દેસાઈની મુશ્કેલીમાં વધારો થયો છે,જાહેર રોડ પર કાર પાર્ક કરવામાં આવે છે અને તેની ઉપર ઝીનલ દેસાઈ બેસે છે પછી કારના બે દરવાજા ખોલાય છે અને તેમાં ગીતો વગાડવામાં આવતા હતા આવો વીડિયો તેના મિત્રોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો

પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું હતુ.વીડિયોમાં દેખાઈ આવે છે કે પોલીસ કમિશનરના નિયમોનો ભંગ થયો છે,ત્યારે પોલીસે આ ઝીનલ દેસાઈને કાયદાનો પાઠ ભણાવ્યો જેના કારણે લોકોએ પણ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.મોડીરાત્રે કોઈની ઉંઘ ખરાબ કરવી એ પણ ફટાકડા ફોડીને તે કઈ રીતે ચાલે.