Suratમાં 65 ફૂટ ઊંચું રાવણના પૂતળાનું દહન કરાશે, શહેરમાં જોવા મળશે નજારો

સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે. ગઈ કાલે વરસાદ પડતા મુશ્કેલીની નો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્ય જોવા મળશે. કારણકે દર વખતે રાવણનું પૂતળું એક હોય છે પરંતુ આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ ત્રણ પૂતળાનું દહન કરવામાં આવશે.65 ફૂટ ઉંચા પૂતળાનુ દહન કરાશે દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. સુરતમાં વર્ષોથી થાય છે રાવણ દહન આદર્શ રામલીલા ટ્રસ્ટના મહામંત્રી અનિલ અગ્રવાલે કહ્યું કે, પાછલાં ઘણાં વર્ષોથી સુરતમાં રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાવણના પૂતળાના નિર્માણ માટે સ્પેશ્યિલી યુપીથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવે છે. અનેક દિવસોની મહેનતના અંતે આ કારીગરો રાવણનું આકર્ષક, ઊંચું પૂતળું બનાવે છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિઓ મુજબ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. આ આકર્ષક નજારો જોવા સુરતીઓ મોટી સંખ્યામાં રામલીલા મેદાનમાં ભેગા થાય છે.

Suratમાં 65 ફૂટ ઊંચું રાવણના પૂતળાનું દહન કરાશે, શહેરમાં જોવા મળશે નજારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે. ગઈ કાલે વરસાદ પડતા મુશ્કેલીની નો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્ય જોવા મળશે. કારણકે દર વખતે રાવણનું પૂતળું એક હોય છે પરંતુ આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ ત્રણ પૂતળાનું દહન કરવામાં આવશે.

65 ફૂટ ઉંચા પૂતળાનુ દહન કરાશે

દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.

સુરતમાં વર્ષોથી થાય છે રાવણ દહન

આદર્શ રામલીલા ટ્રસ્ટના મહામંત્રી અનિલ અગ્રવાલે કહ્યું કે, પાછલાં ઘણાં વર્ષોથી સુરતમાં રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાવણના પૂતળાના નિર્માણ માટે સ્પેશ્યિલી યુપીથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવે છે. અનેક દિવસોની મહેનતના અંતે આ કારીગરો રાવણનું આકર્ષક, ઊંચું પૂતળું બનાવે છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિઓ મુજબ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. આ આકર્ષક નજારો જોવા સુરતીઓ મોટી સંખ્યામાં રામલીલા મેદાનમાં ભેગા થાય છે.