Ahmedabadનું ઓડ ગામ પાણીમા ગરકાવ, ધારાસભ્ય બાબુ જમના પટેલનું છે વતન
દસ્ક્રોઇ તાલુકાનું ઓડ ગામ પાણીમાં ગરકાવ ઓડ ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગામમાં આવવા જવા ટ્રેક્ટરનો લઇ રહ્યા છે સહારો અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાનું ઓડ ગામ પાણીમા ગરકાવ થતા સ્થાનિકોને ઘરની બહાર નિકળવા માટે ટ્રેકટરનો સહારો લેવો પડયો છે.આ ઓડ ગામ ધારાસભ્ય બાબુભાઈ પટેલનું વતન છે.ગામમાં આવેલું મેલડી માતાનું પ્રખ્યાત મંદિર આવેલુ છે રોજના હજારો શ્રધ્ધાળુ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે.ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગ્રામજનોએ ટ્રેકટરની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓ ટ્રેકટરમાં બેસીને દર્શન કરવા જવા મજબૂર અઠવાડિયાથી ગામમાં ભરાયા છે ઢીંચણસમા પાણી જેના કારણે ગ્રામજનો તેમજ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે,ગામમાં પ્રવેશ કરો તે જ સમયથી ઢીંચણ સુધીના પાણી ભરાયેલા દેખાવા મળે છે.એમ્બ્યુલન્સ પણ ઢીંચણસમા પાણીમાંથી જવા મજબૂર બની છે,ગામમાં કોઈ અન્ય રસ્તો નહી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે,ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ અહીંયા એક પણ વાર જોવા માટે આવ્યા નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. એક અઠવાડીયાથી ભરાયા ગામમાં પાણી સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી પાણી ભરાયેલા છે,અને પાણીનો નિકાલ કોઈ પંપ દ્રારા પણ કરવામાં આવતો નથી,ગામ નાનું હોવાથી કોઈ વાત સાંભળતુ નહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં જેવી સ્થિતિ છે તેવી જ સ્થિતિ ખેતરોમાં પણ છે,ખેતરોમાં પણ તૈયાર કરેલો પાક નષ્ટ થઈ ગયો છે,ત્યારે ધારાસભ્ય શ્રી પોતે ગામમાં આવો અને તમારી ટીમને લેતા આવો એટલે ખબર પડે કે તમને ખોબલે ખોબલે મત આપીને જીત અપાવનાર સ્થાનિકોના શું હાલ છે. બાવળામાં પણ ભરાયું છે પાણી મેઘરાજાએ 3 દિવસથી ખમૈયા કર્યા છે પણ બાવળાની અમુક સોસાયટીઓ તેમજ તાલુકાના કેટલાંક ગામોમાં હજુ કેડસમા પાણી ભરાયેલા જોવા મળતા લોકો તંત્રની નિષ્ફળતા સામે અસંતોષ વ્યકત કરી રહયા છે. બાવળાની અમુક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારો હજુ કેડસમા પાણીમાં છે બાવળામાં બે દિવસ પહેલા સતત વરસી રહેલા વરસાદથી અને આજુબાજુના ગામોમાંથી આવેલું વરસાદી પાણીથી બાવળા પાણી પાણી થઈ ગયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દસ્ક્રોઇ તાલુકાનું ઓડ ગામ પાણીમાં ગરકાવ
- ઓડ ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- ગામમાં આવવા જવા ટ્રેક્ટરનો લઇ રહ્યા છે સહારો
અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાનું ઓડ ગામ પાણીમા ગરકાવ થતા સ્થાનિકોને ઘરની બહાર નિકળવા માટે ટ્રેકટરનો સહારો લેવો પડયો છે.આ ઓડ ગામ ધારાસભ્ય બાબુભાઈ પટેલનું વતન છે.ગામમાં આવેલું મેલડી માતાનું પ્રખ્યાત મંદિર આવેલુ છે રોજના હજારો શ્રધ્ધાળુ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે.ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગ્રામજનોએ ટ્રેકટરની વ્યવસ્થા કરી છે.
શ્રદ્ધાળુઓ ટ્રેકટરમાં બેસીને દર્શન કરવા જવા મજબૂર
અઠવાડિયાથી ગામમાં ભરાયા છે ઢીંચણસમા પાણી જેના કારણે ગ્રામજનો તેમજ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે,ગામમાં પ્રવેશ કરો તે જ સમયથી ઢીંચણ સુધીના પાણી ભરાયેલા દેખાવા મળે છે.એમ્બ્યુલન્સ પણ ઢીંચણસમા પાણીમાંથી જવા મજબૂર બની છે,ગામમાં કોઈ અન્ય રસ્તો નહી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે,ધારાસભ્ય બાબુ જમના પટેલ પણ અહીંયા એક પણ વાર જોવા માટે આવ્યા નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.
એક અઠવાડીયાથી ભરાયા ગામમાં પાણી
સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી પાણી ભરાયેલા છે,અને પાણીનો નિકાલ કોઈ પંપ દ્રારા પણ કરવામાં આવતો નથી,ગામ નાનું હોવાથી કોઈ વાત સાંભળતુ નહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે,સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં જેવી સ્થિતિ છે તેવી જ સ્થિતિ ખેતરોમાં પણ છે,ખેતરોમાં પણ તૈયાર કરેલો પાક નષ્ટ થઈ ગયો છે,ત્યારે ધારાસભ્ય શ્રી પોતે ગામમાં આવો અને તમારી ટીમને લેતા આવો એટલે ખબર પડે કે તમને ખોબલે ખોબલે મત આપીને જીત અપાવનાર સ્થાનિકોના શું હાલ છે.
બાવળામાં પણ ભરાયું છે પાણી
મેઘરાજાએ 3 દિવસથી ખમૈયા કર્યા છે પણ બાવળાની અમુક સોસાયટીઓ તેમજ તાલુકાના કેટલાંક ગામોમાં હજુ કેડસમા પાણી ભરાયેલા જોવા મળતા લોકો તંત્રની નિષ્ફળતા સામે અસંતોષ વ્યકત કરી રહયા છે. બાવળાની અમુક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારો હજુ કેડસમા પાણીમાં છે બાવળામાં બે દિવસ પહેલા સતત વરસી રહેલા વરસાદથી અને આજુબાજુના ગામોમાંથી આવેલું વરસાદી પાણીથી બાવળા પાણી પાણી થઈ ગયું હતું.