Suratમાં હિંદુ સંગઠનો વિરુદ્ધ ઉશ્કેરીજનક પેમ્પલેટ વાયરલ કરનાર વિધર્મીને પોલીસે ઝડપ્યો

હિન્દુ સંગઠનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક પેમ્પલેટ વાયરલ કરનાર સસરા વિરૂદ્ધ સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ટ્યુશન ક્લાસ ધરાવતા જમાઈને બદનામ કરવા સસરા દ્વારા જ પેમ્પલેટ બનાવવામાં આવ્યા બાદ વાયરલ કરવામાં આવ્યું હતુ, શિક્ષિત આચાર્યની હરકતથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી,જમાઈને વિદ્યા સહાયકની નોકરી ન મળે તે માટે સસરાનું કારસ્તાન ખુલીને સામે આવ્યું છે. સસરાએ કર્યુ કારસ્તાન લિંબાયત વિસ્તારમાં આવેલ આ દેખાતા ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજ૫, આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્યો સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાના પેમ્પલેટનું આસપાસના વિસ્તારમાં વિતરણ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.આ સંદર્ભે ટ્યુશન ક્લાસના સંચાલકને જાણ થતાં તેના હાથ-પગ ઠંડા થઈ ગયા હતા અને સમગ્ર ઘટના અંગે પોતે નિર્દોષ હોવાને કારણે તેણે આ સંદર્ભે તપાસ હાથ ધરતાં યુવકના સસરા દ્વારા જ આ પ્રકારના કોમી વૈમનસ્ય ફેલાવતાં પેમ્પલેટ છાપીને વિતરણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પેમ્પલેફટ છપાવ્યા ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા સસરા વિરૂદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથધરી છે.લિંબાયતના નુરાની નગરમાં રહેતો ર૪ વર્ષીય- શિક્ષક રઈશ શેખ પોતાના સગા ભાઈ મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે. ધોરણ ૬ થી ૧૦ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરવા માટે ક્લાસીસમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ નિયમિત આવે છે. પોલીસ પણ ચૌંકી ઉઠી જો કે, ગત રોજ રઈશના ભાઈ મુસ્તાક પર બજરંગ દળના કાર્યકરોએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરૂદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું. જેને પગલે મુસ્તાક અને રઈશ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત, રઈશ શેખ દ્વારા પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતાં અત્યંત ગંભીર ઘટના હોવાને કારણે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રઈશની પત્ની કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહે છે તેના પિતા સુલેમાન ચાંદ શેખ દ્વારા આ પેમ્પલેટ છપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ધરપકડ કરી રઈશે તેના સસરા સુલેમાનના મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે વધુ તપાસ હાથ ધરતાં અનિલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, કોચિંગ ક્લાસીસના નામનું પેમ્પલેટ સુલેમાને જ તેને આપ્યું હતું અને તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવું લખાણ લખીને વાયરલ કરવામાં આવેલ હતું. જેને પગલે રઈશ શેખ દ્વારા સસરા સુલેમાન ચાંદ શેખ વિરૂદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની સાથે સાથે હિન્દુ - મુસ્લિમ સમાજ વચ્ચે દ્વેષ અને વેરભાવની લાગણીઓ ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. સુલેમાન શેખ દ્વારા કારસો રચવામાં આવ્યો લિંબાયતમાં રહેતા અને ટ્યુશન કલાસ ચલાવતાં રઈશ શેખ દ્વારા હાલમાં જ વિદ્યા સહાયક તરીકેનું ફોર્મ i ભરવામાં આવ્યું હતું. જો કે, સસરા સુલેમાન શેખ પોતાના જમાઈને સરકારી નોકરી ન મળે તે માટે આખો કારસો રચ્યો હતો. સુલેમાન શેખ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા પેમ્પલેટમાં હિન્દુ- મુસ્લિમ વચ્ચે દ્વેષભાવ વધવાની સાથે - સાથે હિન્દુ સંગઠનો વિરૂદ્ધ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ પ્રકારના પેમ્પલેટને પગલે રઈશ શેખ કાયદા ની ચપેટમાં આવે અને તેમનું ભવિષ્ય બરબાદ થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે સુલેમાન શેખ દ્વારા કારસો રચવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.  

Suratમાં હિંદુ સંગઠનો વિરુદ્ધ ઉશ્કેરીજનક પેમ્પલેટ વાયરલ કરનાર વિધર્મીને પોલીસે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિન્દુ સંગઠનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક પેમ્પલેટ વાયરલ કરનાર સસરા વિરૂદ્ધ સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ટ્યુશન ક્લાસ ધરાવતા જમાઈને બદનામ કરવા સસરા દ્વારા જ પેમ્પલેટ બનાવવામાં આવ્યા બાદ વાયરલ કરવામાં આવ્યું હતુ, શિક્ષિત આચાર્યની હરકતથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી,જમાઈને વિદ્યા સહાયકની નોકરી ન મળે તે માટે સસરાનું કારસ્તાન ખુલીને સામે આવ્યું છે.

સસરાએ કર્યુ કારસ્તાન

લિંબાયત વિસ્તારમાં આવેલ આ દેખાતા ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજ૫, આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્યો સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાના પેમ્પલેટનું આસપાસના વિસ્તારમાં વિતરણ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.આ સંદર્ભે ટ્યુશન ક્લાસના સંચાલકને જાણ થતાં તેના હાથ-પગ ઠંડા થઈ ગયા હતા અને સમગ્ર ઘટના અંગે પોતે નિર્દોષ હોવાને કારણે તેણે આ સંદર્ભે તપાસ હાથ ધરતાં યુવકના સસરા દ્વારા જ આ પ્રકારના કોમી વૈમનસ્ય ફેલાવતાં પેમ્પલેટ છાપીને વિતરણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પેમ્પલેફટ છપાવ્યા

ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા સસરા વિરૂદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથધરી છે.લિંબાયતના નુરાની નગરમાં રહેતો ર૪ વર્ષીય- શિક્ષક રઈશ શેખ પોતાના સગા ભાઈ મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે. ધોરણ ૬ થી ૧૦ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરવા માટે ક્લાસીસમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ નિયમિત આવે છે.

પોલીસ પણ ચૌંકી ઉઠી

જો કે, ગત રોજ રઈશના ભાઈ મુસ્તાક પર બજરંગ દળના કાર્યકરોએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરૂદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું. જેને પગલે મુસ્તાક અને રઈશ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત, રઈશ શેખ દ્વારા પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતાં અત્યંત ગંભીર ઘટના હોવાને કારણે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રઈશની પત્ની કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહે છે તેના પિતા સુલેમાન ચાંદ શેખ દ્વારા આ પેમ્પલેટ છપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ધરપકડ કરી

રઈશે તેના સસરા સુલેમાનના મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે વધુ તપાસ હાથ ધરતાં અનિલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, કોચિંગ ક્લાસીસના નામનું પેમ્પલેટ સુલેમાને જ તેને આપ્યું હતું અને તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવું લખાણ લખીને વાયરલ કરવામાં આવેલ હતું. જેને પગલે રઈશ શેખ દ્વારા સસરા સુલેમાન ચાંદ શેખ વિરૂદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની સાથે સાથે હિન્દુ - મુસ્લિમ સમાજ વચ્ચે દ્વેષ અને વેરભાવની લાગણીઓ ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

સુલેમાન શેખ દ્વારા કારસો રચવામાં આવ્યો

લિંબાયતમાં રહેતા અને ટ્યુશન કલાસ ચલાવતાં રઈશ શેખ દ્વારા હાલમાં જ વિદ્યા સહાયક તરીકેનું ફોર્મ i ભરવામાં આવ્યું હતું. જો કે, સસરા સુલેમાન શેખ પોતાના જમાઈને સરકારી નોકરી ન મળે તે માટે આખો કારસો રચ્યો હતો. સુલેમાન શેખ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા પેમ્પલેટમાં હિન્દુ- મુસ્લિમ વચ્ચે દ્વેષભાવ વધવાની સાથે - સાથે હિન્દુ સંગઠનો વિરૂદ્ધ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ પ્રકારના પેમ્પલેટને પગલે રઈશ શેખ કાયદા ની ચપેટમાં આવે અને તેમનું ભવિષ્ય બરબાદ થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે સુલેમાન શેખ દ્વારા કારસો રચવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.