Suratમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત,કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ !
સામાન્ય વરસાદમાં તંત્રના પાપે ભરાયા પાણી ડ્રેનેજ લાઈન નહીં હોવાથી પાણી ભરાયા સ્માર્ટ સીટીમાં SMCની ગંભીર બેદરકારી સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,મજૂરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.મજૂર ગેટ નજીક પાણી ઉતરવા માટે પંપ મૂકવામાં આવ્યો છે,તો બીજી તરફ સુરતના જહાંગીરપુરા,રાંદેર,સરથાણામાં વરસાદ વરસી રહ્યો છે,પાલ,સચિન,અમરોલીમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. પંપ મૂકી જાહેર રોડનું પાણી કાઢવાનો પ્રયાસ વરસાદ વરસતાની સાથે જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે,ત્યારે કોર્પોરેશન દ્રારા અનેક વિસ્તારોમાં પંપ મૂકવામાં આવ્યા છે,આ પંપ દ્રારા પાણીનો નિકાલ કરવામાં આવે છે,સાથે સાથે પંપ ચાલુ થાય એટલે રોડ પરનું પાણી ધીરેધીરે ઉતરવાની શરૂઆત કરે છે.સિવિલ હોસ્પિટલની બહાર પણ પાણી ભરાતા દર્દીઓના સગાઓને તકલીફ પડી રહી છે. સતત બીજા દિવસે પણ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે વરસાદ તેની વચ્ચે,દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે.હાલ ઉકાઈ ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.ગામો સંપર્ક વિહોણા થયા હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા 10થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે.હરિપુરા ગામેથી સામેપાર ઉન,ગોદાવાદી,ખંજરોલી,પીપર્યા,કોસાડી પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો છે.સામે પારનાં લોકોને હરિપુરા આવવા માટે 20 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી છે.હરિપુરા કરોઝવે બંધ થતા સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે.તાપી નદીમાં પાણી છોડાતા વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોને કરાયા છે એલર્ટ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સામાન્ય વરસાદમાં તંત્રના પાપે ભરાયા પાણી
- ડ્રેનેજ લાઈન નહીં હોવાથી પાણી ભરાયા
- સ્માર્ટ સીટીમાં SMCની ગંભીર બેદરકારી
સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,મજૂરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.મજૂર ગેટ નજીક પાણી ઉતરવા માટે પંપ મૂકવામાં આવ્યો છે,તો બીજી તરફ સુરતના જહાંગીરપુરા,રાંદેર,સરથાણામાં વરસાદ વરસી રહ્યો છે,પાલ,સચિન,અમરોલીમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
પંપ મૂકી જાહેર રોડનું પાણી કાઢવાનો પ્રયાસ
વરસાદ વરસતાની સાથે જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે,ત્યારે કોર્પોરેશન દ્રારા અનેક વિસ્તારોમાં પંપ મૂકવામાં આવ્યા છે,આ પંપ દ્રારા પાણીનો નિકાલ કરવામાં આવે છે,સાથે સાથે પંપ ચાલુ થાય એટલે રોડ પરનું પાણી ધીરેધીરે ઉતરવાની શરૂઆત કરે છે.સિવિલ હોસ્પિટલની બહાર પણ પાણી ભરાતા દર્દીઓના સગાઓને તકલીફ પડી રહી છે.
સતત બીજા દિવસે પણ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે વરસાદ તેની વચ્ચે,દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે.હાલ ઉકાઈ ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
ગામો સંપર્ક વિહોણા થયા
હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા 10થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે.હરિપુરા ગામેથી સામેપાર ઉન,ગોદાવાદી,ખંજરોલી,પીપર્યા,કોસાડી પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો છે.સામે પારનાં લોકોને હરિપુરા આવવા માટે 20 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી છે.હરિપુરા કરોઝવે બંધ થતા સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે.તાપી નદીમાં પાણી છોડાતા વહીવટી તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોને કરાયા છે એલર્ટ.