Suratમાં રોગચાળો વકર્યો, તાવ-ઉલટીથી બે વર્ષના બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ચોમાસાના પ્રારંભે રોગચાળો વકર્યો છે. તાવ-ઉલટી જેવી બીમારીથી 2 વર્ષીના બાળકનું મોત થયું છે. પાંડેસરામાં ઝાલા ઉલટી બાદ 2 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તો બીજી તરફ રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. શહેરમાં અગાઉ પણ તાવ-ઉલટી જેવી બીમારીથી 3 લોકોના મોત થયા છે.
સુરતમાં રોગચાળો વકર્યો
પાંડેસરામાં રહેતા પરિવારની 2 વર્ષની દીકરીનું તાવ-ઉલ્ટીની બિમારીમાં તબિયત લથડતા સારવારમાં માટે પોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેરમાં પાણીજન્ય બિમારીએ માથું ઉચક્યું છે. અગાઉ તાવ-ઉલ્ટીની બિમારીમાં 3 લોકોના મોત થયા છે.
ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરવું
આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
What's Your Reaction?






