Suratમાં બેફામ કાર ચાલકે બાઈક સવારનો લીધો જીવ, કારમાંથી ભાજપનો ખેસ નીકળ્યો

સુરતના ઉધના વિસ્તારમાં બેફામ કાર ચાલકે વધુ એક બાઈક સવારનો જીવ લીધો છે,ઉધના વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી,મૃતક બાઈક સવારને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. અકસ્માતમાં બાઈક ચાલકનો ગયો જીવ સુરતમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજયું છે.મહત્વનું છે કે બ્રિજ પર કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી અને બાઈક સવારને ફંગોળીને કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી સાથે સાથે કારમાંથી ગ્લાસ.સિગરેટનું પેકેટ અને ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો,પોલીસે હાલ કાર ચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અને પોલીસે બ્રિજ પરના સીસીટીવી પણ ચેક કર્યા છે. પોલીસે આરોપીને ઝડપ્યો સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડયો છે તેમજ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપનો ખેસ મળી આવ્યો છે ત્યારે આ આરોપી કોઈ કાર્યકર્તા છે કે નેતા છે કે પછી એમ જ કલરબાજી કરવા કારમાં ભાજપનો ખેસ મૂકયો છે તે તપાસનો વિષય છે.પોલીસે કારને સાઈડમાં કરીને ટ્રાફિક હળવો કર્યો છે તેમજ વધુ તપાસ કરી છે,આસપાસના લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ છે. બેફામ કાર ચાલક ગુજરાતમાં આવા રોજના ઘણા અકસ્માતો થાય છે જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે નશાની હાલતમાં અથવા તો ઓવર સ્પીડીંગના કારણે આવા અકસ્માતો બનતા હોય છે.ત્યારે પોલીસ આવા આરોપીઓની સામે કડમાં કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.તમારી ઓવર સ્પીડીંગના કારણે કોઈના પરિવારનો સભ્ય કાયમ માટે રામ-રામ કહી દે છે,તમે પણ જયારે વાહન ચલાવો ત્યારે ફકત તમારૂ જ નહી અન્ય લોકોનું પણ ધ્યાન રાખજો.

Suratમાં બેફામ કાર ચાલકે બાઈક સવારનો લીધો જીવ, કારમાંથી ભાજપનો ખેસ નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉધના વિસ્તારમાં બેફામ કાર ચાલકે વધુ એક બાઈક સવારનો જીવ લીધો છે,ઉધના વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની છે જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી,મૃતક બાઈક સવારને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

અકસ્માતમાં બાઈક ચાલકનો ગયો જીવ

સુરતમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજયું છે.મહત્વનું છે કે બ્રિજ પર કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી અને બાઈક સવારને ફંગોળીને કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી સાથે સાથે કારમાંથી ગ્લાસ.સિગરેટનું પેકેટ અને ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો,પોલીસે હાલ કાર ચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અને પોલીસે બ્રિજ પરના સીસીટીવી પણ ચેક કર્યા છે.


પોલીસે આરોપીને ઝડપ્યો

સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડયો છે તેમજ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપનો ખેસ મળી આવ્યો છે ત્યારે આ આરોપી કોઈ કાર્યકર્તા છે કે નેતા છે કે પછી એમ જ કલરબાજી કરવા કારમાં ભાજપનો ખેસ મૂકયો છે તે તપાસનો વિષય છે.પોલીસે કારને સાઈડમાં કરીને ટ્રાફિક હળવો કર્યો છે તેમજ વધુ તપાસ કરી છે,આસપાસના લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ છે.

બેફામ કાર ચાલક

ગુજરાતમાં આવા રોજના ઘણા અકસ્માતો થાય છે જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે નશાની હાલતમાં અથવા તો ઓવર સ્પીડીંગના કારણે આવા અકસ્માતો બનતા હોય છે.ત્યારે પોલીસ આવા આરોપીઓની સામે કડમાં કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.તમારી ઓવર સ્પીડીંગના કારણે કોઈના પરિવારનો સભ્ય કાયમ માટે રામ-રામ કહી દે છે,તમે પણ જયારે વાહન ચલાવો ત્યારે ફકત તમારૂ જ નહી અન્ય લોકોનું પણ ધ્યાન રાખજો.