Suratમાં ઓરિસ્સાથી પોસ્ટમાં ગાંજો મોકલનાર મુખ્ય આરોપીની એસઓજી પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગાંજાના જથ્થાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે, આરોપી ટુના બારીક ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો પોસ્ટ મારફતે મોકલતો હોવાની વાત સામે આવી છે, ગત અઠવાડિયે આરોપી ધીરજ શાહુ ઝડપાયો હતો અને ધીરજે ટુના પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. ધીરજે પોસ્ટ દ્વારા ગંજામ જિલ્લામાંથી ગાંજો મંગાવ્યો હતો અને મુખ્ય આરોપીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે.
સુરતમાં ગાંજો મોકલનાર મુખ્ય આરોપી ઝડપાયો
સુરત SOG પોલીસે પોસ્ટ પાર્સલ દ્વારા મોકલવામાં આવેલા ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે, પોલીસે આરોપી ટુના કામારાજુ બારીકને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડયો છે, SOG પોલીસે ગત અઠવાડિયે પાંડેસરા વિસ્તારમાંથી ધીરજ શાહુને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને આરોપી ધીરજે ગાંજાનો જથ્થો પોસ્ટ મારફતે આરોપી ટુના પાસેથી ઓડિશા ગંજામ જિલ્લામાંથી મંગાવ્યો હતો જેથી પોલીસે આરોપી ટુનાને વોન્ટેડ જાહેર કરી તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
એસઓજીની ટીમે ટુના ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી
સિવિલ હોસ્પિટલ પાછળ કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલની બહાર જજ્યુસની લારી ચલાવતા ધીરજે આ પાર્સલ મંગાવ્યું હતું. પરંતુ પોસ્ટમેનને તેના ઘરનું એડ્રેસ નહિ મળતાં પોસ્ટમેને પાર્સલ પરના નંબરથી ધીરજનો સંપર્ક કર્યો હતો. ધીરજ લેવા આવી શકે તેમ ન હોય કોલ કરી તેને લેવા મોકલ્યો હતો. આ પાર્સલ લીધા બાદ મોડેથી ફૂટ ઓવર બ્રિજ નીચે રાહ જોવા કહ્યું હતું. પોલીસે આ યુવકનું સ્ટેટમેન્ટ લીધા બાદ ગાંજાના જથ્થો મંગાવનાર ધીરજ શાહુ સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરતાં તેણે ઓરિસ્સાના ટુના નામના ગાંજા માફિયા પાસેથી પાર્સલ મારફત ગાંજો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
What's Your Reaction?






