Suratનું આરોગ્ય વિભાગ મોડે-મોડે જાગ્યું, ઘારી વિક્રેતાઓના ત્યાં પાડયા દરોડા
આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે અને અલગ અલગ જગ્યા પરથી માવાના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને માવાના વેપારીઓમાં ફફડાટ વાપી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર એક તરફ ગુજરાતમાં દરરોજ ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતો રેકેટ પકડાઈ રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ રાજ્યના નાગરિકોને આરોગ્ય બાબતે કોઈપણ સંજોગોમાં બાંધછોડ કરવા માગતા નથી જેથી કરીને નાગરિકોનો આરોગ્ય સાથે ખેલવાડ કરનાર બે નંબરી વેપારી જે ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થ વેચતા હોય છે તેવા વેપારીઓને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. અલગ-અલગ ઝોનમાં પાડયા દરોડા આજથી જ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યા પર દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં આજે ભાગલ,પીરછેડી રોડ, તેમજ અલગ અલગ મીઠાઈ ની દુકાનો પર સેમ્પલ લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકના નેતૃત્વમાં ફૂટ ઇન્સ્પેક્ટર સાલુકેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.સેમ્પલ ફેલ આવશે તો વિક્રેતાઓ સામે કાર્યવાહી થશે. ચંદી પડવો સુરતીઓનો ફેવરીટ તહેવાર સુરતમાં કોઈ પણ તહેવાર હોય તેની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતીઓનો ફેવરીટ તહેવાર એટલે ચંદી પડવાનો તહેવાર,આ તહેવારના દિવસે સુરતીઓ ઘારી અને ભૂંસાના ટેસ્ટની મજા માણશે,જેમાં ઘારી-ભૂંસાની માગના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની માગ જોવા મળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ગત વર્ષ કરતા આ વખતે ઘારીના ભાવમાં થયો વધારો કોઈ પણ તહેવાર નજીક આવે એટલે વેપારીઓ જે વસ્તુની માગ વધુ હોય તેનો ભાવ વધારો કરી દેતા હોય છે,આ વર્ષે ઘારીના ભાવમાં રૂપિયા 40 થી લઈ 60 રૂપિયાનો વધારો થયો છે,ઘારીમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાયટીઝ જોવા મળતી હોય છે, ઘારી એ માવા, પિસ્તા, બદામ અને ખાંડથી ભરેલી મેંદાના લોટની વાનગી છે. તેને ઘીમાં તળવામાં આવે છે અને પછી તેને સફેદ કોટ આપવા માટે ઘીમાં ડુબાડી લથપથ કરવામાં આવે છે. આ તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે અને આ દિવસે ઘારી ખાવું સૌથી વધુ લોકપ્રિય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે અને અલગ અલગ જગ્યા પરથી માવાના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને માવાના વેપારીઓમાં ફફડાટ વાપી જવા પામ્યો છે.
આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર
એક તરફ ગુજરાતમાં દરરોજ ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતો રેકેટ પકડાઈ રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ રાજ્યના નાગરિકોને આરોગ્ય બાબતે કોઈપણ સંજોગોમાં બાંધછોડ કરવા માગતા નથી જેથી કરીને નાગરિકોનો આરોગ્ય સાથે ખેલવાડ કરનાર બે નંબરી વેપારી જે ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થ વેચતા હોય છે તેવા વેપારીઓને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
અલગ-અલગ ઝોનમાં પાડયા દરોડા
આજથી જ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યા પર દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં આજે ભાગલ,પીરછેડી રોડ, તેમજ અલગ અલગ મીઠાઈ ની દુકાનો પર સેમ્પલ લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકના નેતૃત્વમાં ફૂટ ઇન્સ્પેક્ટર સાલુકેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.સેમ્પલ ફેલ આવશે તો વિક્રેતાઓ સામે કાર્યવાહી થશે.
ચંદી પડવો સુરતીઓનો ફેવરીટ તહેવાર
સુરતમાં કોઈ પણ તહેવાર હોય તેની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતીઓનો ફેવરીટ તહેવાર એટલે ચંદી પડવાનો તહેવાર,આ તહેવારના દિવસે સુરતીઓ ઘારી અને ભૂંસાના ટેસ્ટની મજા માણશે,જેમાં ઘારી-ભૂંસાની માગના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની માગ જોવા મળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ગત વર્ષ કરતા આ વખતે ઘારીના ભાવમાં થયો વધારો
કોઈ પણ તહેવાર નજીક આવે એટલે વેપારીઓ જે વસ્તુની માગ વધુ હોય તેનો ભાવ વધારો કરી દેતા હોય છે,આ વર્ષે ઘારીના ભાવમાં રૂપિયા 40 થી લઈ 60 રૂપિયાનો વધારો થયો છે,ઘારીમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાયટીઝ જોવા મળતી હોય છે, ઘારી એ માવા, પિસ્તા, બદામ અને ખાંડથી ભરેલી મેંદાના લોટની વાનગી છે. તેને ઘીમાં તળવામાં આવે છે અને પછી તેને સફેદ કોટ આપવા માટે ઘીમાં ડુબાડી લથપથ કરવામાં આવે છે. આ તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે અને આ દિવસે ઘારી ખાવું સૌથી વધુ લોકપ્રિય છે.