Suratના વિયરકમ કોઝવેની જળ સપાટીમાં થયો વધારો, તાપી નદીમાં છોડાયું પાણી

સુરતના વિયરકમ કોઝવેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે,તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે.વિયરકમ કોઝવેની જળ સપાટી 8.29 મીટરે પહોંચી છે.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કોઝવેની સપાટી સતત વધી રહી છે.કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.છેલ્લા કેટલાય દિવસથી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. કોઝવે નજીક પાણી ભરાયા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે. કોઝવે ભયજનક સપાટીથી ઉપર સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો છે, જેને લઈને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફલો હોવાથી અહી નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. થંડરસ્ટ્રોમ સિસ્ટમ સક્રિય આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.

Suratના વિયરકમ કોઝવેની જળ સપાટીમાં થયો વધારો, તાપી નદીમાં છોડાયું પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના વિયરકમ કોઝવેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે,તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે.વિયરકમ કોઝવેની જળ સપાટી 8.29 મીટરે પહોંચી છે.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કોઝવેની સપાટી સતત વધી રહી છે.કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.છેલ્લા કેટલાય દિવસથી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે.

કોઝવે નજીક પાણી ભરાયા

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ-કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે.


કોઝવે ભયજનક સપાટીથી ઉપર

સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો છે, જેને લઈને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફલો હોવાથી અહી નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે છે.

થંડરસ્ટ્રોમ સિસ્ટમ સક્રિય

આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.