Suratના મોટા વરાછા રોડ પર પતિ અને તેની પ્રેમિકાએ પત્નીને જાહેરમાં બેરહેમીથી ફટકારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં કૌટુંબિક કંકાસની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ તમામ મર્યાદાઓ ઓળંગીને પોતાની પત્નીને જાહેર રસ્તા પર બેરહેમીથી ઢોર માર માર્યો છે. આ હિંસક ઘટના સુરતના મોટા વરાછા રોડ પર બની હતી. દીકરીને સ્કૂલે મૂકીને પરત ફરી રહેલી પત્ની પર પતિ અચાનક તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કારમાં સવાર પતિની પ્રેમિકાએ પણ ઝાપટ મારી
આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે આ મારામારીમાં માત્ર પતિ જ નહીં, પરંતુ તેની સાથે કારમાં સવાર તેની પ્રેમિકા પણ સામેલ હતી. જ્યારે પતિ રસ્તા પર પત્નીને નિર્દયતાથી ફટકારી રહ્યો હતો, ત્યારે કારમાંથી ઉતરીને તેની પ્રેમિકાએ પણ પત્નીને જાહેરમાં ઝાપટો મારી હતી. જાહેર રોડ પર બે વ્યક્તિઓ દ્વારા એક મહિલાને આ રીતે અસહાય સ્થિતિમાં માર મારવામાં આવતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહી
જાહેરમાં પત્નીને નિર્દયતાપૂર્વક ફટકાર્યા બાદ પણ પતિનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે પત્નીને જાહેરમાં ધમકી આપતા કહ્યું કે, ‘જો તું ફરી ક્યાંય દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ.’ આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

