Suratના ઉધનામાં પ્રથમ અર્બન ફોરેસ્ટ વિકસિત થયું, શહીદ સ્મૃતિ વનમાં હરિયાળી દેખાઈ
પર્યાવરણની જાળવણી અને વાતાવરણને શુદ્ધ રાખવા સુરતમાં મિની ફોરેસ્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશનની પાછળ ઉધના આરપીએફ કોલોનીમાં પડતર જગ્યા કે જયાં ભીનો કચરો ઠાલવવામાં આવતો હતો. આ જગ્યા પર ઇન્ડિયન રેલવેના આરપીએફના અધિકારીઓ અને ગ્રીનમેન વિરલ દેસાઈના સથવારે પહેલું એવું અર્બન ફોરેસ્ટ વિકસીને તૈયાર થયું છે. અર્બન ફોરેસ્ટનું નામ શહીદ સ્મૃતિ વન આ ફોરેસ્ટમાં ૨ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ૨૦૧૯માં આ જગ્યા પર અર્બન ફોરેસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આજે આ ફોરેસ્ટમાં એમએસ યુનિવર્સિટીના જીયોગ્રાફિકલ વિભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં માટે આવે છે. આ ફોરેસ્ટ ૧૯ હજાર સ્કવેર ફૂટમાં વિકસાવવામાં આવ્યું છે. ફોરેસ્ટના માધ્યમથી લોકો પર્યાવરણ પ્રેમી બનીને વૃક્ષો પ્રત્યે લોકોમાં સંવેદના વિકસે તથા સુરતમાં શુદ્ધ વાતાવરણ રહી શકે તેવા હેતુથી આવા અર્બન ફોરેસ્ટ બનાવનીને તેને વિકસાવવમાં આવી રહ્યા છે.ઉધનામાં પહેલું અર્બન ફોરેસ્ટ વિકસિત ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન અર્બન ફોરેસ્ટ પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. એસવીએનઆઇટીની સંશોધક યુગ્મી પટેલ દ્વારા સાડા ત્રણ મહિના સુધી એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં રિસર્ચ વૈજ્ઞાનિક દ્વારા સાડા ત્રણ મહિના માટે ફોરેસ્ટમાં અને ઉધના હરિનગર પાસે એમ બે ગેજેટ મુકવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં ઉધના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્ત્વો જેવા કે PM૧૦ અને PM૨.૫માં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુગ્મીએ જણાવ્યું કે શહીદ સ્મૃતિવનમાં PM૧૦ના સ્તરમાં ૧૮.૮૫% અને PM૨.૫ના સ્તરમાં ૧૦.૬૬%નો ઘટાડો થયો છે.સુરત શહેરમાં વાતાવરણ શુદ્ધ રાખવા નવ જેટલા અર્બન ફોરેસ્ટ વિકસી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પર્યાવરણની જાળવણી અને વાતાવરણને શુદ્ધ રાખવા સુરતમાં મિની ફોરેસ્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશનની પાછળ ઉધના આરપીએફ કોલોનીમાં પડતર જગ્યા કે જયાં ભીનો કચરો ઠાલવવામાં આવતો હતો. આ જગ્યા પર ઇન્ડિયન રેલવેના આરપીએફના અધિકારીઓ અને ગ્રીનમેન વિરલ દેસાઈના સથવારે પહેલું એવું અર્બન ફોરેસ્ટ વિકસીને તૈયાર થયું છે.
અર્બન ફોરેસ્ટનું નામ શહીદ સ્મૃતિ વન
આ ફોરેસ્ટમાં ૨ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ૨૦૧૯માં આ જગ્યા પર અર્બન ફોરેસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આજે આ ફોરેસ્ટમાં એમએસ યુનિવર્સિટીના જીયોગ્રાફિકલ વિભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં માટે આવે છે. આ ફોરેસ્ટ ૧૯ હજાર સ્કવેર ફૂટમાં વિકસાવવામાં આવ્યું છે. ફોરેસ્ટના માધ્યમથી લોકો પર્યાવરણ પ્રેમી બનીને વૃક્ષો પ્રત્યે લોકોમાં સંવેદના વિકસે તથા સુરતમાં શુદ્ધ વાતાવરણ રહી શકે તેવા હેતુથી આવા અર્બન ફોરેસ્ટ બનાવનીને તેને વિકસાવવમાં આવી રહ્યા છે.
ઉધનામાં પહેલું અર્બન ફોરેસ્ટ વિકસિત
ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન અર્બન ફોરેસ્ટ પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. એસવીએનઆઇટીની સંશોધક યુગ્મી પટેલ દ્વારા સાડા ત્રણ મહિના સુધી એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં રિસર્ચ વૈજ્ઞાનિક દ્વારા સાડા ત્રણ મહિના માટે ફોરેસ્ટમાં અને ઉધના હરિનગર પાસે એમ બે ગેજેટ મુકવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં ઉધના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્ત્વો જેવા કે PM૧૦ અને PM૨.૫માં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુગ્મીએ જણાવ્યું કે શહીદ સ્મૃતિવનમાં PM૧૦ના સ્તરમાં ૧૮.૮૫% અને PM૨.૫ના સ્તરમાં ૧૦.૬૬%નો ઘટાડો થયો છે.સુરત શહેરમાં વાતાવરણ શુદ્ધ રાખવા નવ જેટલા અર્બન ફોરેસ્ટ વિકસી રહ્યા છે.