Suratના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ થયો ઓવરફલો,સર્જાયા મસ્ત દ્રશ્યો

સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ માંડવીનો કાકરાપારનો ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે,ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,સાથે સાથે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.કાકરાપાર ડેમની જળ સપાટી 160 ફૂટ છે.હાલ ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે ભારે વરસાદના કારણે કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે.દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આદિવાસી વિસ્તાર હોવાથી સ્થાનિકોને આ વર્ષે પાણીની તકલીફ નહી પડે સાથે સાથે ખેડૂતોને ખેતીમાટે પણ પાણી મળી રહેશે,તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,જો લાગશે તો અગામી સમયમાં લોકોનું સ્થળાંતર પણ કરાશે. સુરતમાં વહેલી સવારથી વરસાદ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે,સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે,વરસાદ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો,તેની વચ્ચે વરસાદ વરસતા લોકો પણ ખુશ છે અને ખેડૂત માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે. સતત બીજા દિવસે પણ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે વરસાદ તેની વચ્ચે,દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે.હાલ ઉકાઈ ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.  

Suratના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ થયો ઓવરફલો,સર્જાયા મસ્ત દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ
  • માંડવીનો કાકરાપારનો ડેમ થયો ઓવરફ્લો
  • ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે,ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,સાથે સાથે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.કાકરાપાર ડેમની જળ સપાટી 160 ફૂટ છે.હાલ ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે.

કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે

ભારે વરસાદના કારણે કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે.દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આદિવાસી વિસ્તાર હોવાથી સ્થાનિકોને આ વર્ષે પાણીની તકલીફ નહી પડે સાથે સાથે ખેડૂતોને ખેતીમાટે પણ પાણી મળી રહેશે,તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,જો લાગશે તો અગામી સમયમાં લોકોનું સ્થળાંતર પણ કરાશે.


સુરતમાં વહેલી સવારથી વરસાદ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે,સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે,વરસાદ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો,તેની વચ્ચે વરસાદ વરસતા લોકો પણ ખુશ છે અને ખેડૂત માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે.

સતત બીજા દિવસે પણ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ

સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે વરસાદ તેની વચ્ચે,દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 335.05 ફૂટ પર પહોંચી છે.હાલ ઉકાઈ ડેમનાં 8 દરવાજા 4 ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.