Surat:આજથી ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થયું,250 મોટા હીરા વેપારીએ વેપાર શરૂ કર્યો

આજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યોમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસ શરૂ કરાવી થોડા મહિના અગાઉ જ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યુ હતું સુરતમાં આવેલુ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ આજથી ફરી ધમધમતું થયું છે. રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજનો દિવસ કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે, ત્યારે વેપારીઓએ આજથી આ બિલ્ડીંગમાં વેપાર શરૂ કર્યો છે. મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસો શરૂ કરાવી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના મુંબઈ અને મુંબઈ બહારના વેપારી હીરા બુર્સમાં શિફ્ટ થયા છે. ત્યારે હવે બુર્સ શરૂ થતા મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. બિલ્ડીંગમાં આવેલી 4200માંથી 250 ઓફિસ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોટાભાગની ઓફિસ ખુલી જશે તેવી પણ આશા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ થોડા મહિના અગાઉ જ કર્યુ હતું.ડાયમંડ બુર્સની વિશેષતાઓ સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Surat:આજથી ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થયું,250 મોટા હીરા વેપારીએ વેપાર શરૂ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો
  • મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસ શરૂ કરાવી
  • થોડા મહિના અગાઉ જ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યુ હતું

સુરતમાં આવેલુ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ આજથી ફરી ધમધમતું થયું છે. રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજનો દિવસ કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે, ત્યારે વેપારીઓએ આજથી આ બિલ્ડીંગમાં વેપાર શરૂ કર્યો છે.

મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રગટાવી ઓફિસો શરૂ કરાવી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના મુંબઈ અને મુંબઈ બહારના વેપારી હીરા બુર્સમાં શિફ્ટ થયા છે. ત્યારે હવે બુર્સ શરૂ થતા મંદ પડેલા હીરા વેપારને નવો બુસ્ટ મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. બિલ્ડીંગમાં આવેલી 4200માંથી 250 ઓફિસ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોટાભાગની ઓફિસ ખુલી જશે તેવી પણ આશા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ થોડા મહિના અગાઉ જ કર્યુ હતું.

ડાયમંડ બુર્સની વિશેષતાઓ

સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.