Mehsana: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર ખાતે કર્યુ ધ્વજવંદન

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવીગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ  મહેસાણાના સાંસદ હરિ પટેલ અને રાજ્ય સભાના સાંસદ મયંક નાયક રહ્યા હાજર મહેસાણા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને હેલિપેડ ગ્રાઉન્ડ વિજાપુર ખાતે કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો આ ઉપરાંત આરોગ્ય મંત્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે વિજાપુર તાલુકાના વિકાસના કામો માટે ગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ અંગદાતા પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રશંસનીય કામગીરી બદલ સરકારી કર્મચારીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ આ સાથે જ દિવ્યાંગ બાળકોને રમતગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધીને લઈ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ. સાંસદ હરિ પટેલની સાથે જ ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ રહ્યા હાજર સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિ પટેલ, રાજ્ય સભાના સાંસદ મયંક નાયક, આ સાથે જ ધારાસભ્ય મુકેશ પટેલ, કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, સરદાર ચૌધરી, તેમજ જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જસ્મીન, તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. દેશભરમાં ઠેરઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ ઉલ્લેખનીય છે કે આજે 15 ઓગસ્ટે દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ હતું, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ખેડા ખાતે રાજ્યકક્ષાના સ્વંતત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ રાજ્યમાં અનેક જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. 

Mehsana: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર ખાતે કર્યુ ધ્વજવંદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી
  • ગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ
  •  મહેસાણાના સાંસદ હરિ પટેલ અને રાજ્ય સભાના સાંસદ મયંક નાયક રહ્યા હાજર

મહેસાણા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને હેલિપેડ ગ્રાઉન્ડ વિજાપુર ખાતે કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો

આ ઉપરાંત આરોગ્ય મંત્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે વિજાપુર તાલુકાના વિકાસના કામો માટે ગુજરાત સરકાર તરફથી રૂપિયા 25 લાખનો ચેક મહેસાણા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ અંગદાતા પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રશંસનીય કામગીરી બદલ સરકારી કર્મચારીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ધ્વજવંદનના કાર્યક્રમ બાદ મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ

આ સાથે જ દિવ્યાંગ બાળકોને રમતગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધીને લઈ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ.

સાંસદ હરિ પટેલની સાથે જ ધારાસભ્ય અને અન્ય અધિકારીઓ રહ્યા હાજર

સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિ પટેલ, રાજ્ય સભાના સાંસદ મયંક નાયક, આ સાથે જ ધારાસભ્ય મુકેશ પટેલ, કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, સરદાર ચૌધરી, તેમજ જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જસ્મીન, તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

દેશભરમાં ઠેરઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

ઉલ્લેખનીય છે કે આજે 15 ઓગસ્ટે દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ હતું, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ખેડા ખાતે રાજ્યકક્ષાના સ્વંતત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ રાજ્યમાં અનેક જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.