SMC Valsad News: અમદાવાદ SMCની મોટી રેડ, 9 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 4 ફરાર

Feb 13, 2026 - 17:00
SMC Valsad News: અમદાવાદ SMCની મોટી રેડ, 9 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 4 ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વલસાડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડમાં SMCની ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરીને અંદાજે 9 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસ દ્વારા દમણના બે મોટા સપ્લાયરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય ચાર શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા છે.

દમણથી વલસાડ થતી હતી દારૂની સપ્લાય

SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં દમણના રહેવાસી ચિરાગ પટેલ અને જીગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો દમણથી વલસાડમાં મોટા પાયે દારૂનો જથ્થો સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

અન્ય 4 શખ્સોની શોધખોળ તેજ

રેડ દરમિયાન પોલીસને ચકમો આપીને અન્ય 4 આરોપીઓ ભાગી છૂટ્યા છે. પોલીસે આ તમામ ફરાર આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં દારૂના આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે અંગે અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ તપાસ કરી રહી છે. દમણ બોર્ડર પરથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી-નવી તરકીબો અજમાવતા હોય છે, પરંતુ SMCના આ ઓપરેશનથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Ahmedabad News: RTI એક્ટિવિસ્ટોનો ત્રાસથી AMC ઓફિસર કંટાળ્યા, ACB સહિત PMO સુધી કરી લેખિત ફરિયાદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0