Sinorમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી

Sep 5, 2025 - 20:30
Sinorમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

\શિનોર તાલુકામાં વરસાદના કારણે સાધલી-શિનોર રોડ પર પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહી છે. સાધલી-શિનોર અને સાધલી-પોરને જોડતા મુખ્ય માર્ગો પર એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાઈ જતાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષો જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. સાધલીથી શિનોરને જોડતા મીંઢોળ રોડ પર વરસાદી પાણીના વહેણ એટલા જોરદાર છે કે રોડ પરથી લગભગ એક ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે.

રાહદારીઓ એક ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર

આ દ્રશ્યો ચોમાસામાં સામાન્ય બની ગયા છે. રાહદારીઓ પોતાના વાહનોને પાણીમાંથી પસાર કરવા મજબૂર બન્યા છે. નાના વાહનો જેવા કે બાઇક અને રિક્ષાચાલકો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. પાણીના પ્રવાહને કારણે વાહનો બંધ પડી જવાના કિસ્સા પણ અવારનવાર બનતા રહે છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આ સમસ્યા કોઈ નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં આ રોડ પર પાણી ભરાઈ જાય છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે.

મીંઢોળ રોડ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા

સ્થાનિકો દ્વારા અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાને અવગણવામાં આવી રહી છે. વરસાદી પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે અને લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના કારણે આર્થિક નુકસાન પણ થાય છે. સ્થાનિકોએ હવે કડક શબ્દોમાં માંગણી કરી છે કે તંત્ર આ વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે જેથી લોકોને દર ચોમાસે આવી હાલાકી ન ભોગવવી પડે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0