Siddhpur: વેપારીઓના લાખો રૂપિયા ડૂબ્યા

તાજેતરમાં જ વિવિધ સ્કીમો ખોલી લોકોને લોભામણી ઓફર આપીને મોટી ઠગાઈઓ કરવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ વધુ એક લોભામણી ઓફરનો કિસ્સો સિદ્ધપુરમાં સામે આવ્યો છેજેમાં એક ટોપીબાજ યુવકે કોઈપણ જાતની નોંધણી વગર ઉજાલા મિત્ર મંડળના નામે બચત યોજના શરૂ કરી દૈનિક બચત યોજનાની પાસબુક બનાવી અનેક વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવી એક વર્ષે પરત આપીને વધુ વિશ્વાસ કેળવ્યા બાદ બીજા વર્ષે લાખો રૂપિયા લઈને રફ્ફુચક્કર થઈ જતાં ભોગ બનેલા એક વેપારી યુવકે સિદ્ધપુર પોલીસ મથકે લેખિત અરજી કરતાં તપાસ શરૂ કરાઈ છે જો કે બહાર આવતી માહિતી મુજબ શહેરના 30 થી વધુ વેપારીઓ આવી રીતે લાખો રૂપિયાની ઠગાઈનો ભોગ બન્યા છે. સિદ્ધપુર પોલીસને એક વેપારીએ આપેલ અરજીમાં જણાવ્યા મુજબ સિદ્ધપુર ખાતે ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચાલુ કરીને તેના સંચાલકોએ ફરિયાદીને દૈનિક બચત કરવાની સલાહ આપી હતી કે દરરોજ સ્થળ પરથી નાણાં લઈ જઈશું અને વર્ષ પુરૂ થતાં વ્યાજ સાથે પરત કરીશું. ફરિયાદી દ્વારા બચત ખાતામાં વર્ષ 2022-23માં જમા થયેલ રકમ પરત આપી વિશ્વાસ કેળવી ફરીથી નવા વર્ષના બે ખાતા ખોલાવ્યા હતા જેમાં વર્ષ દરમિયાન રૂ.2,55,000ની રકમ જમા થઈ હતી અને વર્ષ પૂર્ણ થતા રકમ પરત માંગતા ખોટા ખોટા વાયદા કરી યોગ્ય જવાબ ન આપતાં અને તે બાદ સંચાલક શહેર છોડીને રફ્ફુચક્કર થઈ જતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદી દ્વારા લેખિત અરજી કરાઈ છે જેની હાલમાં પ્રાથમિક તપાસ ચાલુ કરાઈ છે. એક અંદાજ લગાવી શકાય જો એક જ વેપારીના અઢી લાખથી વધુ રૂપિયા ફસાયા હોય તો જ્યારે તમામ ભોગ બનનાર સામે આવશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે. રૂપિયા લીધા બાદ સંચાલક રફુચક્કર ફરિયાદી દ્વારા કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજનાના સંચાલક દ્વારા પોતાને લોભામણી ઓફર આપી એક વર્ષ દરમિયાન રકમ પરત આપી હતી બાદ રકમ પરત ન આપવા માટે સંચાલક રફુચક્કર થઈ ગયો હોવાથી તે કોઈને રૂબરૂ મળતો પણ નથી અને રૂપિયા ક્યારે પરત કરશે તેનો કોઈ જવાબ તેના કોઈ સંબંધીઓ પણ નથી આપી રહ્યા. ઘનશ્યામ મિત્ર મંડળ નામ બદલીને ઉજાલા મિત્ર મંડળ કર્યું લોભામણી સ્કીમ ચલાવતા સંચાલકો દ્વારા ગત સમયમાં ઘનશ્યામ મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચલાવતા હતા અને બાદમાં નામ બદલીને ઉજાલા મિત્ર મંડળ કરતા અનેક સવાલો ઉઠયા છે. વેપારીઓને જે ડાયરીઓ આપવામાં આવતી હતી તેમાં અગાઉ ઘનશ્યામ મિત્ર મંડળ લખેલું હતું તેના ઉપર લીટી મારીને તેના ઉપર ઉજાલા મિત્ર મંડળ નામ લખવામાં આવ્યું હતું. લોકોને લલચાવવાની સંચાલકની મોડસ ઓપરેન્ડી સિદ્ધપુર ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચલાવતા સંચાલકો દ્વારા પહેલા લોકો પાસેથી ઓળખાણ કરી તેમને વિશ્વામાં લઈને એકાદ વર્ષ રકમ ચૂકવી દેવામાં આવતી હતી. જ્યારે કોઈ રોકાણકારને એક વર્ષે સારા વ્યાજ સાથે રકમ પાછી મળતી ત્યારે તે વધુ વિશ્વાસ મૂકીને બીજા વર્ષે વધુ રકમની બચત યોજનાની ડાયરી શરૂ કરાવતો. આ રીતે એક રોકાણકાર બીજાને પણ જણાવતો હતો તે મુજબ વધુ રોકાણકારોએ રોકાણ કર્યું અને આખરે સંચાલક ફરાર થઈ ગયો. દૈનિક 50થી લઈને 1000ની બચતની ડાયરી અપાય છે ઉજાલા મિત્ર મંડળ દૈનિક બચત યોજનાના સંચાલકો દ્વારા વેપારીઓને લોભામણી ઓફર આપી દૈનિક 50થી માંડીને 1000 રૂપિયા સુધી લઈને ડાયરીમાં જમા લેતાં. જે વેપારીની જેટલી ક્ષમતા હોય તે મુજબની રકમની ડાયરી શરૂ કરવામાં આવતી અને દરરોજ તેમની દુકાને કે ઘરે જઈને રૂપિયા ઉઘરાવી લેવામાં આવતા હતા. તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સિદ્ધપુર ખાતે ચલાવવામાં આવતી દૈનિક બચત નામની ડાયરી પ્રથામાં એક વેપારી દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે લેખીત અરજી આપી છે ત્યારે જો વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય લોકોના નાણાં ડુબ્યા હોવાનું બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ લોભામણી સ્કીમમાં સિદ્ધપુરના 30 થી વધુ યુવકોના રૂપિયા ફસાયા છે અને તેમાં પણ મોટા ભાગના ભોગ બનનાર નવાવાસ વિસ્તારના છે. સિદ્ધપુરમાંથી રૂપિયા ઉઘરાવી સંચાલકે મોટા શહેરમાં પ્રોપર્ટી ખરીદી અંગત સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ જે વ્યક્તિએ ઉજાલા મિત્રમંડળની ડાયરીઓના નામે સિદ્ધપુરના અનેક વેપારી યુવકોના લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા તેણે તે રૂપિયાથી ગુજરાતના એક મોટા શહેરમાં ફલેટ જેવી પ્રોપર્ટી ખરીદી છે જે વેચીને હવે લોકોના રૂપિયા પરત કરશે તેવી વાતો વહેતી કરી રહ્યો છે.

Siddhpur: વેપારીઓના લાખો રૂપિયા ડૂબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં જ વિવિધ સ્કીમો ખોલી લોકોને લોભામણી ઓફર આપીને મોટી ઠગાઈઓ કરવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ વધુ એક લોભામણી ઓફરનો કિસ્સો સિદ્ધપુરમાં સામે આવ્યો છે

જેમાં એક ટોપીબાજ યુવકે કોઈપણ જાતની નોંધણી વગર ઉજાલા મિત્ર મંડળના નામે બચત યોજના શરૂ કરી દૈનિક બચત યોજનાની પાસબુક બનાવી અનેક વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવી એક વર્ષે પરત આપીને વધુ વિશ્વાસ કેળવ્યા બાદ બીજા વર્ષે લાખો રૂપિયા લઈને રફ્ફુચક્કર થઈ જતાં ભોગ બનેલા એક વેપારી યુવકે સિદ્ધપુર પોલીસ મથકે લેખિત અરજી કરતાં તપાસ શરૂ કરાઈ છે જો કે બહાર આવતી માહિતી મુજબ શહેરના 30 થી વધુ વેપારીઓ આવી રીતે લાખો રૂપિયાની ઠગાઈનો ભોગ બન્યા છે.

સિદ્ધપુર પોલીસને એક વેપારીએ આપેલ અરજીમાં જણાવ્યા મુજબ સિદ્ધપુર ખાતે ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચાલુ કરીને તેના સંચાલકોએ ફરિયાદીને દૈનિક બચત કરવાની સલાહ આપી હતી કે દરરોજ સ્થળ પરથી નાણાં લઈ જઈશું અને વર્ષ પુરૂ થતાં વ્યાજ સાથે પરત કરીશું. ફરિયાદી દ્વારા બચત ખાતામાં વર્ષ 2022-23માં જમા થયેલ રકમ પરત આપી વિશ્વાસ કેળવી ફરીથી નવા વર્ષના બે ખાતા ખોલાવ્યા હતા જેમાં વર્ષ દરમિયાન રૂ.2,55,000ની રકમ જમા થઈ હતી અને વર્ષ પૂર્ણ થતા રકમ પરત માંગતા ખોટા ખોટા વાયદા કરી યોગ્ય જવાબ ન આપતાં અને તે બાદ સંચાલક શહેર છોડીને રફ્ફુચક્કર થઈ જતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદી દ્વારા લેખિત અરજી કરાઈ છે જેની હાલમાં પ્રાથમિક તપાસ ચાલુ કરાઈ છે. એક અંદાજ લગાવી શકાય જો એક જ વેપારીના અઢી લાખથી વધુ રૂપિયા ફસાયા હોય તો જ્યારે તમામ ભોગ બનનાર સામે આવશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે.

રૂપિયા લીધા બાદ સંચાલક રફુચક્કર

ફરિયાદી દ્વારા કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજનાના સંચાલક દ્વારા પોતાને લોભામણી ઓફર આપી એક વર્ષ દરમિયાન રકમ પરત આપી હતી બાદ રકમ પરત ન આપવા માટે સંચાલક રફુચક્કર થઈ ગયો હોવાથી તે કોઈને રૂબરૂ મળતો પણ નથી અને રૂપિયા ક્યારે પરત કરશે તેનો કોઈ જવાબ તેના કોઈ સંબંધીઓ પણ નથી આપી રહ્યા.

ઘનશ્યામ મિત્ર મંડળ નામ બદલીને ઉજાલા મિત્ર મંડળ કર્યું

લોભામણી સ્કીમ ચલાવતા સંચાલકો દ્વારા ગત સમયમાં ઘનશ્યામ મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચલાવતા હતા અને બાદમાં નામ બદલીને ઉજાલા મિત્ર મંડળ કરતા અનેક સવાલો ઉઠયા છે. વેપારીઓને જે ડાયરીઓ આપવામાં આવતી હતી તેમાં અગાઉ ઘનશ્યામ મિત્ર મંડળ લખેલું હતું તેના ઉપર લીટી મારીને તેના ઉપર ઉજાલા મિત્ર મંડળ નામ લખવામાં આવ્યું હતું.

લોકોને લલચાવવાની સંચાલકની મોડસ ઓપરેન્ડી

સિદ્ધપુર ઉજાલા મિત્ર મંડળ નામની દૈનિક બચત યોજના ચલાવતા સંચાલકો દ્વારા પહેલા લોકો પાસેથી ઓળખાણ કરી તેમને વિશ્વામાં લઈને એકાદ વર્ષ રકમ ચૂકવી દેવામાં આવતી હતી. જ્યારે કોઈ રોકાણકારને એક વર્ષે સારા વ્યાજ સાથે રકમ પાછી મળતી ત્યારે તે વધુ વિશ્વાસ મૂકીને બીજા વર્ષે વધુ રકમની બચત યોજનાની ડાયરી શરૂ કરાવતો. આ રીતે એક રોકાણકાર બીજાને પણ જણાવતો હતો તે મુજબ વધુ રોકાણકારોએ રોકાણ કર્યું અને આખરે સંચાલક ફરાર થઈ ગયો.

દૈનિક 50થી લઈને 1000ની બચતની ડાયરી અપાય છે

ઉજાલા મિત્ર મંડળ દૈનિક બચત યોજનાના સંચાલકો દ્વારા વેપારીઓને લોભામણી ઓફર આપી દૈનિક 50થી માંડીને 1000 રૂપિયા સુધી લઈને ડાયરીમાં જમા લેતાં. જે વેપારીની જેટલી ક્ષમતા હોય તે મુજબની રકમની ડાયરી શરૂ કરવામાં આવતી અને દરરોજ તેમની દુકાને કે ઘરે જઈને રૂપિયા ઉઘરાવી લેવામાં આવતા હતા.

તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા

સિદ્ધપુર ખાતે ચલાવવામાં આવતી દૈનિક બચત નામની ડાયરી પ્રથામાં એક વેપારી દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે લેખીત અરજી આપી છે ત્યારે જો વધુ તપાસ કરવામાં આવે તો કેટલાય લોકોના નાણાં ડુબ્યા હોવાનું બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ લોભામણી સ્કીમમાં સિદ્ધપુરના 30 થી વધુ યુવકોના રૂપિયા ફસાયા છે અને તેમાં પણ મોટા ભાગના ભોગ બનનાર નવાવાસ વિસ્તારના છે.

સિદ્ધપુરમાંથી રૂપિયા ઉઘરાવી સંચાલકે મોટા શહેરમાં પ્રોપર્ટી ખરીદી

અંગત સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ જે વ્યક્તિએ ઉજાલા મિત્રમંડળની ડાયરીઓના નામે સિદ્ધપુરના અનેક વેપારી યુવકોના લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા તેણે તે રૂપિયાથી ગુજરાતના એક મોટા શહેરમાં ફલેટ જેવી પ્રોપર્ટી ખરીદી છે જે વેચીને હવે લોકોના રૂપિયા પરત કરશે તેવી વાતો વહેતી કરી રહ્યો છે.