Shinor-Vadodara : બાળકી હત્યા કેસમાં મોટો વળાંક, પોલીસ સાથે આરોપીએ ઝપાઝપી કર્યા બાદ રિવોલ્વરમાંથી ગોળી છૂટી જતાં ઇજા

Jun 24, 2026 - 08:30
Shinor-Vadodara : બાળકી હત્યા કેસમાં મોટો વળાંક, પોલીસ સાથે આરોપીએ ઝપાઝપી કર્યા બાદ રિવોલ્વરમાંથી ગોળી છૂટી જતાં ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામની 4 વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ વળાંક આવ્યો છે. આ ચકચારી હત્યા કેસના આરોપીને ગત રાત્રે જ્યારે પોલીસ સેગવાથી શિનોર તરફ લઈ જઈ રહી હતી, ત્યારે ચાલુ વાહનમાં આરોપીએ ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રતિકાર કર્યો હતો. સીમળી ગામ નજીક પહોંચતા જ આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં તે સમયે પીઆઇની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી જે આરોપીને વાગી હતી. જો કે આરોપીને સામાન્ય ઇજા થઇ છે.

પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી

આરોપીની આ હરકત બાદ ચાલુ વાહનમાં જ પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ અંધાધૂંધી અને ઝપાઝપી દરમિયાન રિવોલ્વરમાંથી અચાનક બે રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું. તેમાંથી એક ગોળી પોલીસ વાહનનો આગળનો કાચ તોડીને સનસનાટીભેર બહાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી ખુદ આરોપીના ડાબા પગની ટચલી આંગળીમાં વાગતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીને ઈજા થઈ નથી.

વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ 

ચાલુ વાહનમાં ફાયરિંગની આ ઘટનાના પગલે સમગ્ર વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જ વાહનને કોર્ડન કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડાયો

બીજી તરફ, ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક ધોરણે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. હાલ આરોપીની સ્થિતિ સ્થિર 

તબીબોના જણાવ્યા અનુસાર હાલ આરોપીની સ્થિતિ સ્થિર છે અને તેના પગમાં સામાન્ય ઈજા જ થઈ છે. જિલ્લા પોલીસ વડાએ હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. હાલ આરોપીની કસ્ટડી હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0