Shankersinh Vaghelaના વિવાદીત નિવેદનથી રાજકારણ ગરમાયું, સવર્ણ સમાજમાં ભારે રોષ, માફીની માગ

Oct 3, 2026 - 17:00
Shankersinh Vaghelaના વિવાદીત નિવેદનથી રાજકારણ ગરમાયું, સવર્ણ સમાજમાં ભારે રોષ, માફીની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા અને સાગબારા વિસ્તારમાં આપેલા એક નિવેદનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે અનામતની તરફેણ કરતા જણાવ્યું હતું કે, અનામત કોઈ આદિવાસીઓને મહેરબાની કરી નથી આપી, વર્ષોના સંઘર્ષ બાદ અનામત મળ્યું છે. આ સાથે જ તેમણે સવર્ણ સમાજ પર પ્રહાર કરતા વિવાદીત ટિપ્પણી કરી હતી કે, પટેલ-વાણિયા અને બ્રાહ્મણો મેલું ઉપાડે તો તેમને મહિને 50 હજાર આપીશ. આ નિવેદનને કારણે રાજ્યભરના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે.

બ્રાહ્મણ, પાટીદાર અને જૈન સમાજમાં ભભૂક્યો રોષ

શંકરસિંહ વાઘેલાના આ નિવેદન સામે બ્રાહ્મણ, પાટીદાર અને જૈન સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશ્વિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો છે કે, શંકરસિંહ જાતિવાદ ભડકાવવાનું અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.


બ્રહ્મ સમાજ તરફથી પલટવાર કરતા પડકાર ફેંકવામાં આવ્યો છે કે, જો બાપુ પોતે મેલું ઉપાડે તો તેમને રોજના 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, દિનેશ બાંભણિયા અને પરષોત્તમ પીપળીયાએ પણ શંકરસિંહના નિવેદનને વાહિયાત ગણાવતા તેઓ સત્તાની બહાર હોવાથી લાઈમલાઈટમાં આવવા માટે આવા નિવેદનો આપતા હોવાનું જણાવ્યું હતું.

Shankersinh Vaghela's Controversial Remark on Reservation Sparks Outrage

મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય નેતાઓની પ્રતિક્રિયા

આ મામલે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બાપુ ગમે તે વાત કરી શકે છે, બાપુ તો દારૂની પણ વાત કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં મેલું ઉપાડવાની પ્રથા સદંતર બંધ થઈ ચૂકી છે અને ભાજપ સરકાર હંમેશાં વિકાસના મુદ્દાઓ પર જ કામ કરે છે. પાટીદાર અગ્રણીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાટીદાર સમાજે ક્યારેય કોઈ પણ સમાજ વિરુદ્ધ ભેદભાવ નથી રાખ્યો.


માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી

જૈન અગ્રણી નીરવ શાહ સહિત તમામ સવર્ણ સમાજના અગ્રણીઓએ એકસૂરે માગ કરી છે કે, શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગે. જો ટૂંક સમયમાં માફી માંગવામાં નહીં આવે, તો બ્રાહ્મણ, પાટીદાર અને જૈન સમાજ એક થઈને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


આ પણ વાંચો: Rajkot: શંકરસિંહ વાઘેલાના ઝેરીલા બોલ;‘પટેલ-બ્રાહ્મણ મેલું ઉપાડે તો 50 હજાર આપું, નિવેદન સામે બ્રહ્મ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0