Semiconductorની આ મોટી કંપની ગુજરાતમાં કરશે 3300 કરોડનું રોકાણ, વધશે રોજગારી
કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડની ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપીટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાખશે સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડની ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કંપની 3,300 કરોડનું કરશે રોકાણ 3,300 કરોડના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ બનાવવાની હશે. આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે. જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઈડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 76,000 કરોડનો ખર્ચ થશે. ત્યારે જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી. ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકંડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ એકમોની દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ બનાવવાની ક્ષમતા તમામ 4 સેમીકંડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ ઉભરી રહી છે. આ 4 એકમો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એકમોની સંચિત ક્ષમતા દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ બનાવવાની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડની ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી
- ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાખશે
- સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે
સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડની ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
કંપની 3,300 કરોડનું કરશે રોકાણ
3,300 કરોડના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ બનાવવાની હશે. આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે.
જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી
ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઈડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 76,000 કરોડનો ખર્ચ થશે. ત્યારે જૂન, 2023માં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકંડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી.
ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી
ફેબ્રુઆરી 2024માં વધુ ત્રણ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકંડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકંડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ એકમોની દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ બનાવવાની ક્ષમતા
તમામ 4 સેમીકંડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ ઉભરી રહી છે. આ 4 એકમો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એકમોની સંચિત ક્ષમતા દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ બનાવવાની છે.