SC-ST અનામતમાં પેટા અનામત લાગુ નહીં થાય: વિનોદ ચાવડા

સુપ્રીમ કોર્ટના આદેશ મુદ્દે PM સાથે કરી ચર્ચા મુલાકાત બાદ કચ્છ સાંસદ વિનોદ ચાવડાનું નિવદેન અનામતમાં પેટા અનામત મુદ્દે હાલ કોઇ વિચારણા નહી અનામતમાં ક્વોટાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો હતો કે મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં પેટા અનામત બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે. ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. અલગ-અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ 'ભારત બંધ'નું એલાન પણ આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને અનાતમાં પેટા અનામત લાગુ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.આજે સંસદભવન બહાર વિનોદ ચાવડાએ એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં પેટા અનામત કે ક્રિમિલેયર બાબતે વિચાર કરી રહી નથી. એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની સલાહ અને વિચાર છે. દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ SC અને ST વર્ગના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. અમે દરેક સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી.' ભાજપની રાજ્ય સરકાર કે પાર્ટીનો કોઈ વિચાર નથી સંસદસભ્ય વિનોદ ચાવડાએ કહ્યું કે, આજે SC અને ST સમાજના તમામ સંસદસભ્યો PMને મળ્યા હતા અને લેખિત પત્ર પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી એ એમનું મંતવ્ય છે. કેન્દ્ર સરકાર કે ભાજપની કોઈપણ રાજ્ય સરકાર કે પાર્ટીનો વિચાર નથી. અનામત રહેશે અને એમાં ફેરફાર કરવામાં આવશે નહીં. અનામત યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટનું મંતવ્ય એમના મુજબ છે.સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું હતું? સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6:1ની બહુમતી સાથે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતની અંદર પેટા અનામત બનાવીને અનામત આપી શકાય છે. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15 ટકા અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી SC અને ST જાતિઓની આ જ 22.5 ટકા અનામતમાં રાજ્ય સરકારો SC અને STના નબળા વર્ગો માટે અલગ અનામત નક્કી કરી શકશે. ગુજરાતના SC અને ST સમાજના ધારાસભ્યોએ શું કહ્યું હતું? ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 28 બેઠક ST અનામત છે અને 14 બેઠક SC અનામત છે. જ્યારે રાજ્યની કુલ 26 લોકસભા બેઠકમાંથી બારડોલી, વલસાડ, છોટાઉદેપુર અને દાહોદ આ ચાર બેઠક ST અનામત છે.

SC-ST અનામતમાં પેટા અનામત લાગુ નહીં થાય: વિનોદ ચાવડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુપ્રીમ કોર્ટના આદેશ મુદ્દે PM સાથે કરી ચર્ચા
  • મુલાકાત બાદ કચ્છ સાંસદ વિનોદ ચાવડાનું નિવદેન
  • અનામતમાં પેટા અનામત મુદ્દે હાલ કોઇ વિચારણા નહી

અનામતમાં ક્વોટાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો હતો કે મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં પેટા અનામત બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે.

ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. અલગ-અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ 'ભારત બંધ'નું એલાન પણ આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને અનાતમાં પેટા અનામત લાગુ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.

આજે સંસદભવન બહાર વિનોદ ચાવડાએ એક વીડિયો બનાવીને શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં પેટા અનામત કે ક્રિમિલેયર બાબતે વિચાર કરી રહી નથી. એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની સલાહ અને વિચાર છે. દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ SC અને ST વર્ગના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. અમે દરેક સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી.'

ભાજપની રાજ્ય સરકાર કે પાર્ટીનો કોઈ વિચાર નથી

સંસદસભ્ય વિનોદ ચાવડાએ કહ્યું કે, આજે SC અને ST સમાજના તમામ સંસદસભ્યો PMને મળ્યા હતા અને લેખિત પત્ર પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી એ એમનું મંતવ્ય છે. કેન્દ્ર સરકાર કે ભાજપની કોઈપણ રાજ્ય સરકાર કે પાર્ટીનો વિચાર નથી. અનામત રહેશે અને એમાં ફેરફાર કરવામાં આવશે નહીં. અનામત યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટનું મંતવ્ય એમના મુજબ છે.

સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું હતું?

સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6:1ની બહુમતી સાથે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતની અંદર પેટા અનામત બનાવીને અનામત આપી શકાય છે. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15 ટકા અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી SC અને ST જાતિઓની આ જ 22.5 ટકા અનામતમાં રાજ્ય સરકારો SC અને STના નબળા વર્ગો માટે અલગ અનામત નક્કી કરી શકશે.

ગુજરાતના SC અને ST સમાજના ધારાસભ્યોએ શું કહ્યું હતું?

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 28 બેઠક ST અનામત છે અને 14 બેઠક SC અનામત છે. જ્યારે રાજ્યની કુલ 26 લોકસભા બેઠકમાંથી બારડોલી, વલસાડ, છોટાઉદેપુર અને દાહોદ આ ચાર બેઠક ST અનામત છે.