Sayla: હાઇવે પર રોડ સાઈડમાંથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા - લીંબડી હાઇવે પર રોડની બાજુમાં પડેલી એક પ્લાસ્ટિકની કોથળીમાં વહેલી સવારે બાળકના રુદન તેમજ કોથળીમાં હલચલ થતી ત્યાંથી પસાર થતા કોઇ રાહદારી વ્યક્તિ જોઇ જતા તુરંત 108ને જાણ કરી હતી.108ની ટીમે આવી જોતા કોથળીમાં થોડા સમય પહેલા જ જન્મેલું તાજુ નવજાત શિશુ મળી આવતા તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેની તુરત જ સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી.
સાયલા હાઈવે પર ઓવરબ્રીજ પાસેના સર્વીસ રોડ પર સુમસામ જગ્યા પર આ ધુલ કા ફુલ કોણ મુકી ગયું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે ફુલ જેવા કોમળ નવજાત બાળક ને તરછોડી દેનાર તેની નિષ્ઠુર અને નિર્દયી જનેતા સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. સાયલાના સીમ વિસ્તારમાંથી ગત 14મી મેએ પશુઓએ ફડી ખાધેલ હાલતમાં મૃત નવજાત બાળકી મળી આવવાના બનાવમાં હજુ સુધી કોઇ જ પ્રકારની માહિતી બહાર આવી નથી. ત્યારે ફરી એક વખત જીવતું નવજાત શિશુ મળી આવવાની ઘટનામાં પોલીસ દ્વારા તેના વાલી વારસની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરાઇ છે. હાલ તો આ મળી આવેલ નવજાતને જરુરી સારવાર આપી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ખસેડવાનું સુત્રોએ જણાવ્યું હતું. ત્યારે જેને જીવવાનું છે તેને કોઇ મારી શકતું નથી અને રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અહીં સાર્થક થતી દેખાય છે.
What's Your Reaction?






