Sayla: લાલજી મહારાજની જગ્યા મંદિરમાં માનવ મહેરામણ ઊમટી પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગતના ગામથી સુપ્રસિધ્ધ સાયલા ગામે 200 વર્ષ પ્રાચીન અને પવિત્ર સ્થાનક એવા લાલજી મહારાજની જગ્યા મંદિરમાં ગુરુપુર્ણિમા નિમીતે સેવકો, ભાવિકો, દર્શનાર્થીઓનું વહેલી સવારથી જ કીડિયારું ઉભરાયું હતું. પાવન પર્વે ગુજરાત તેમજ દેશ-વિદેશથી આવેલા ભાવિકોએ ગુરૂગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બુધવારે સાંજથી જ ભાવિકોનો પ્રવાહ મંદિરે આવવાનો શરૂ થઈ ગયો હતો તેમજ રાત્રે ભજન મંડળીઓની રમઝટ સાથે ધર્મમય માહોલ છવાયો હતો. ગુરુપૂનમે સવારથી જ હજારો દર્શનાર્થી પહોંચતા મંદિર પરિસર તેમજ ગામમાં માણસોનો મેળો જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે વર્તમાન ગાદીપતિ અને મહંત એવા દુર્ગાદાસજી મહારાજ દ્વારા સેવકોને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. ગુરુ પૂનમને કારણે બહારથી આવેલા સેંકડો વાહનોને કારણે મંદિરને જોડતા તમામ રસ્તાઓ પર વાહનોની કતારોથી ટ્રાફ્કિજામના દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે હજારો ભાવિકોએ દર્શન સાથે મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ સાથે ગામના વિહત મંદિર, બોડકા હનુમાનજી, ગોરડિયા હનુમાનજી તેમજ ગ્રામ્યમાં લોમેવ ધામ, ધજાળા સહિતના ધર્મ સ્થાનો પર ગુરૂપૂજન, સંતવાણી, બટુક ભોજન, ભંડારા સહિતના કાર્યક્રમો વચ્ચે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
What's Your Reaction?






