Sayla: ભગતના ગામ સાયલામાં ભગવાન ગજાનનના મહોત્સવનો રંગેચંગે આરંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલામાં ગણપતી મહોત્સવની સ્થાપના કરનાર શિવ શક્તિ ગ્રુપના યુવાનો દ્વારા સતત 30મા વર્ષે લાલજી મહારાજની જગ્યા મંદિર પાસેના મેદાનમાં ભાવપૂર્ણ રીતે બાપ્પાની મૂર્તિની સ્થાપના સમયે કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. ગ્રુપના રામભાઇ ઠાકર, મનીષભાઇ ગૌતમ, હરેશભાઈ જોગરાણા સહિતના યુવાનો, હિન્દુ સમાજના આગેવાનો સાથે લઘુમતી સમાજના પીઢ મહંમદભાઈ, અશરફ્ખાન પઠાણ સહિતના અગ્રણીઓએ ગણેશજીની સ્થાપના સમયે પૂજામાં ભાગ લઈ આરતીનો લ્હાવો લીધો હતો ત્યારે સામાજિક સમરસતા સાથે કોમી એકતાની ભાવના દ્રશ્યમાન થવા પામી હતી. ગામમાં ગંગા જમના રેસીડેન્સી ખાતે પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા સમયે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. જાગતા હનુમાન બાળ યુવા ગ્રુપ દ્વારા પણ લીંબડાવાળી શેરી ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં અખંડ ભારત ના વિષય પર ત્રિદિવસીય પ્રદર્શિનીનું આયોજન કરાયું હોવાનું મંડળના ગૌરાંગભાઈ ચૌહાણે જણાવ્યું હતું. છત્રીચોક ખાતે ગજાનન ગ્રુપ દ્વારા પણ સ્થાપના કરાઈ છે. ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા મૂળી દરવાજા વિસ્તારમાં, સોમનાથ સોસાયટી ખાતે, રામપરા દરવાજા બહાર ઠાકોર સમાજના યુવાનો દ્વારા તેમજ અન્ય સ્થાનો સાથે સતત 26માં વર્ષે હઠીલા હનુમાન ગ્રુપ દ્વારા ખાટડીયા શેરી ખાતે બાપ્પાની મૂર્તિ પધરાવી હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી છે.
What's Your Reaction?






