Sayla: બેઠકમાં ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોની માહિતી અપાઈ

Oct 12, 2025 - 06:00
Sayla: બેઠકમાં ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોની માહિતી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારને ખનીજની રોયલ્ટી પેટે દર વર્ષે કરોડો રૂપિયાની આવક રળી આપતા અને મુખ્યત્વે સાયલા પંથકમાં આવેલા ક્વોરી ઉદ્યોગમાં કેટલાક તત્વો દ્વારા કરાતા ગેરકાયદે ખોદકામ અને પરિવહન બાબતે ચિંતા જોવા મળી રહી છે. ક્વોરી એસોસિએશન દ્વારા આ બાબતે યોજાયેલ બેઠકમાં એકમતે ગેરકાયદે ખનન, ઓવરલોડિંગ બંધ કરવા માટે સહમતી જાહેર કરવામાં આવી હતી.

સાયલા તાલુકામાં આવેલ 150 બ્લેક્ટ્રેપ(કાળા પથ્થર) ખનીજના સ્ટોન ક્રસીંગ યુનિટો હાલ ધમધમી રહ્યા છે. સાથે સાથે તેમાં પરિવહન માટે 2,000થી વધુ ડમ્પર કાર્યરત છે ત્યારે ઉદ્યોગ માં ગેરકાયદે ખોદકામ તથા વહનનું પ્રમાણ વધતા કાયદેસર વેપાર કરતા યુનિટોને અવારનવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ક્વોરી એસોસિએશનના સભ્યોની એક બેઠક સાયલા ખાતે યોજાઈ હતી. બેઠકમાં એસોસિએશનના પ્રમુખ રૈયાભાઇ રાઠોડ દ્વારા ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો બાબતે માહિતી આપ્યા બાદ ગેરકાયદે ખનન અને વહન સામે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે તેને બંધ કરવા અપીલ કરાઇ હતી. ક્વોરી એસોસીએશન પ્રમુખ દ્વારા કરાયેલ અપીલને હાજર તમામ સદસ્યો દ્વારા વધાવી લેતા આગામી સમયમાં ખનીજનું સરકારના ધારા ધોરણ તેમજ નીતિનિયમોને આધિન ખોદકામ તેમજ પરિવહન માટે સહુએ સંમતી દર્શાવી હતી. બેઠકમાં ક્વોરી એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ જોગરાણા, સમિતિના કરશનભાઈ રબારી, જયેન્દ્રસિંહ પરમાર, જીલુભાઈ ખવડ સહિતના આગેવાનો, સભ્યોએ પણ ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી. આ બાબતે ક્વોરી એસોસીએશન દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ આવનારા સમયમાં એસોસિયેશનના કોઈપણ સકારાત્મક પ્રશ્નમાં સહુએ સાથે રહેવું તથા ગેરકાયદે ખોદકામ, વહન કે ધંધામાં અન્ય કોઈ નકારાત્મક બાબતે કોઈને પણ સાથ આપવામાં નહીં આવેનું નિર્ધારીત કરાયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0