Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પાટોત્સવને લઈ વિશેષ અભિષેક અને અન્નકૂટ ધરાવાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો.આજે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવ મહોત્સવ યોજાયો સવારે 5:00 કલાકે મંગળા આરતી પ.પૂ.પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવ્યો હતો.આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો ત્યારે પરમકૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ ૫.પૂ.સ.ગુ.કો.શા. સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૦ના આસો વદ-૫, તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. દાદાને કરાયો વિશેષ શણગાર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામા આવ્યુ હતુ.સમગ્ર મંદિર પરિસરને સુશોભન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજ એવમ્ સદગુરૂ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પાટોત્સવને લઈ વિશેષ અભિષેક અને અન્નકૂટ ધરાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો.આજે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

પાટોત્સવ મહોત્સવ યોજાયો

સવારે 5:00 કલાકે મંગળા આરતી પ.પૂ.પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવ્યો હતો.આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો ત્યારે પરમકૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ ૫.પૂ.સ.ગુ.કો.શા. સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૦ના આસો વદ-૫, તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.


દાદાને કરાયો વિશેષ શણગાર

પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામા આવ્યુ હતુ.સમગ્ર મંદિર પરિસરને સુશોભન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.


શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન

આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજ એવમ્ સદગુરૂ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.